Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૪ ]
ધ બિન્દુ
લે મારા ઉપર અપ્રીતિ રાખે છે તેનું ખરૂં કારણ હું પેાતેજ છું, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે સુખદુ:ખના કર્તા તથા ભોક્તા પોતે જ છે, ભીંજાતા નિમિત્ત માત્ર છે. માટે મારામાં કાઈ અપરાધ હાવા જોઈએ કે જેથી લેાકા મારા પર દ્વેષ રાખે છે. મેં ગયા ભવમાં પુન્ય ઉપાન કર્યું નહિ હૈાય, તેથી જ લેકે મારા ઉપર દ્વેષની નજરથી જુએ છે, પણ જો મે' શુભકમ કર્યું હેત, તા નક્કી લેાકાની અપ્રીતિના પાત્ર હું થાત નહિ; કારણ કે બીજાએ શા માટે મારા ઉપર મત્સર કરત ? માટે મારા પેાતાનાજ અપરાધ છે” આવા વિચાર કરવા. પણ અન્ય ઉપર ક્રોધ કરવા નિહ. માવતઃ પ્રયત્ન કૃતિ ॥ ૨૮ ॥
અર્થ : ભાવથી પ્રયત્ન કરવા.
ભાવા:–પરના ઉદ્વેગ ટાળવા પ્રથમ કાયથી વ્યાપાર કરવા. એટલે જે સ્થાને પોતે હાય, તે સ્થાનના ત્યાગ કરી બીજી જગ્યાએ જઈ વસવું. અથવા મધુર વચનથી સમા મનુષ્યને શાંત. પાડવેા. કારણ કે સાધુ પુરૂષના મધુર વચનય: સામા પુરૂષને ક્રોધ શમી જાય છે. પણ કાયાથી તેમજ વચનથી આ કામ બની શકે. તેવા સંજોગા ન હોય, તેા ભાવથી પણ ખીજાને ઉદ્વેગ થવાનાં કારણેા ટાળવા પ્રયત્ન કરવા. કહ્યું છે કે
Hatred ceases by Love and not by hatred.. દ્વેષ દ્વેષથી નાશ પામતા નથી પણ પ્રેમથી નાશ પામે છે. આપણે જો સામા મનુષ્ય પર ખરા હૃદયથી પ્રેમજ રાખીએ અને તેનું કલ્યાણ થાય તેવા શુભ વિચારા જ તેના સંબંધી કર્યા કરીએ તા ઘણા થોડા સમયમાં સામા મનુષ્યના દ્વેષ આપણા તરફથી ટળી જશે. બે જણની વચ્ચે ઉભી થયેલી દ્વેષની દીવાલ પ્રેમના ધાથી તુટી જશે. કેટલા સમયમાં તે દીવાલ તુટશે !