Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૫૧ કરવાથી આત્માને કંઈ પણ લાભ ન થાય અને કષાયને ઉદય થાય તેવી કથાઓ સાધુએ કરવી નહિ, તેમ સાંભળવી પણ નહિ, એજ અસાર છે.
તથા કવનકથાનત્તેરિ | ૨૫ | અર્થ–ઉપયોગની પ્રધાનતા રાખવી.
ભાવાર્થ-જે જે ધર્મક્રિયા અથવા અનુષ્ઠાન કરવામાં આવે તેમાં ઉપયોગ રાખો. એટલે બરાબર ભાવસહિત તે ક્રિયા કરવી.
દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મના પ્રકારમાં ભાવ મુખ્ય છે, બાકીના ત્રણ ગુણને પોષનાર ભાવ છે. માટે ખરા ભાવ સહિત ધર્મક્રિયામાં પ્રવૃત્ત થવું. અનુયાગદ્વાર સૂત્રમાં લખ્યું છે કે ઉપયોગ વગરની જે ક્રિયા છે, તે માત્ર વ્યક્રિયા છે; તેથી વિશેષ લાભ મળતો નથી માટે ઉપગ રાખવો.
तथा निश्चित्तहितोक्तिरिति ॥ २६ ॥ અર્થ-નિશ્ચિતહિત વચન બોલવું.
ભાવાથ–જ્યારે સાધુના મનમાં બરાબર ખાતરી થાય, કે અમુક વચન એકાંત હિતકારી છે, ત્યારે તેને તેણે એ ઉચ્ચાર કર. જે વચનમાં સંશય વિપર્યય અને અનધ્યવસાય એ નામના ત્રણ દોષ ન હોય તેજ વાક્ય નિશ્ચિત સમજવું.
કહેવાને ભાવાર્થ એ છે કે જે બાબતનું પિતાને યથાર્થ જ્ઞાન ન હોય, તે બાબતને બીજાને ઉપદેશ આપવાની ખાટી મગરૂબી કરવી નહિ. બરાબર નિશ્ચિત કરેલું વચન હોય, છતાં તે શ્રોતા વર્ગને હિતકારી હોય તોજ બોલવું. જે સાંભળવાથી શ્રોતા વર્ગમાં કલેશ ઉત્પન્ન થાય, વેરવિરોધ વધે, તેવું વાક્ય સત્ય હેય, તો પણ ખરા સાધુ પુરુષે બોલવું નહિ. કહ્યું છે કે. 1 . સંશય, વિપર્યય અને અનયવસાય એ ત્રણ શબ્દની વ્યાખ્યા માટે જૂઓ પ્રથમ પ્રકરણ સૂત્ર નંબર ૨૨.