Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૪૯, ભાવાર્થ-જે મનુષ્યના હૃદયમાં આદ્રતા નથી, પ્રેમ નથી. તે મનુષ્ય સ્વભાવે બહુ કઠોર હોય છે. તેમની કઠોરતા તેમના ચહેરા પર તેમજ ચક્ષુમાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેઓનાં વચન પણ સાંભળનારના હૃદયમાં ઝેરી બાણની માફક વાગે છે. અને આવો પુરૂષ ગમે તેટલા દિવસને સંબંધ ક્ષણવારમાં તોડી નાખે છે. આવા પુરૂષ ઉપર લેકે વિશ્વાસની નજરથી જોતા નથી. કારણ કે તેનાં કાર્યો દરેક સ્થળે અશાંતિ–ઉગ ઉત્પન્ન કરનારાં હોય છે. મનુmોને તેના ઉપરથી ભાવ તથા વિશ્વાસ ઉઠી જાય છે; અને વિશ્વાસ એ તો સર્વ સિદ્ધિનું મૂળ છે. કહ્યું છે કે
सिद्धेर्विश्वासितामूल याथपतयो गजाः । सिंहो मृगाधिपत्येऽपि न मृगैरनुगम्यते ॥१॥
વિશ્વાસ બેસાડ એજ સિદ્ધિનું મૂળ છે, વિશ્વાસથી જ હાથીઓ યુથપતિ થઈ ફરે છે, અને સિંહ સર્વ જાનવરનું અધિપતિપણું ભગવે છે, છતાં જાનવરે તેની પછવાડે જતાં નથી. વનનાં જાનવરોને હાથી ઉપર વિશ્વાસ છે કે એ નહિ મારે; તેથી તેઓ તેને અનુસરે છે; પણ સિંહ જે કે મૃગેન્દ્ર છે, એટલે સર્વ જાનવરોને રાજા છે છતાં તેના ક્રર સ્વભાવથી પ્રાણી માત્ર બીએ છે, અને તેથી તેની પછવાડે કઈ ભમતું નથી.
માટે મિલનસાર સ્વભાવ રાખી મનુષ્યને પોતાના ઉપર વિશ્વાસ. બેસાડે કે જેથી મનુષ્યો આપણું ઉપદેશ તરફ રૂચિવાળા થાય,
તથા સર્વત્ર ઉપશુનત્તેતિ | ૨૨ છે. અર્થ–સવ સ્થળે ચડીયાપણાને ત્યાગ કર. - ભાવાર્થપિતાના પક્ષના મનુષ્યના તેમજ પરપક્ષના મનુ–. Mના દેષ તરફ સાધુએ દૃષ્ટિ કરવી નહિ. તેમજ કોઈની ગુપ્ત વાત,