Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૫૩
એક પ્રકારને ઉપકાર કરે છે. અનર્થકારી અથવા અપમાન કરાવનારા વચનોને બોલનાર આપણું ઉપર કેવી રીતે ઉપકાર કરે છે તે નીચેના
શ્લોકથી સ્પષ્ટ સમજાશે. निराकरिष्णुर्यदि नोपलभ्यते भविष्यति क्षान्तिरनाश्रया कथम् । यदाश्रयात्क्षान्तिफलं मयाप्यते स सत्कृति कर्म च नाम नाहति ॥१॥
વિશેષાથજે કેઈ અપમાન કરનાર પુરૂષ ન હોય તો આશ્રય વગરની શાતિ (ક્ષમા) નું શું થશે ! જે મારૂં સર્વ કઈ સન્માન કરે, અને અપમાન ન કરે તો મારે ક્ષમાને કયે સ્થળે આશ્રય આપ ! તેણે અપમાન કર્યું તે ઠીક થયું, કારણ કે તેથી ક્ષમાને રહેવાનું આશ્રય સ્થાન મળ્યું. માટે તેણે મારા ઉપર ખરે. ખર ઉપકાર કર્યો. ક્ષમાને આશ્રય મળવાથી ક્ષમાનું ફળ મને મળે છે. તે ફળ બે પ્રકારનું છે, એક તો મારામાં ક્ષમા ગુણ છે તે સર્વ કઈ જાણતું થયું, તે આ લોકિક લાભ થયો, અને કેત્તર ફળ મોક્ષ છે. વળી અપમાન કરનાર પુરૂષને આ લેકમાં પણ સત્કાર નહિ થાય, અને પરલોકમાં પણ તે કામ સત્કર્મનાં ગણવામાં નહિ આવે માટે એ બિચારાની શી ગતિ થશે એવો વિચાર કરી તેના ઉપર દયા લાવવી.
तथा अभिनिवेशत्याग इति ॥२९॥ અર્થ –મિથ્યા આગ્રહને ત્યાગ કરે.
ભાવાર્થ-બટે આગ્રહ ન રાખો. પોતાની ભૂલ કોઈ વધારે જ્ઞાની સમજાવે તો તરત કબૂલ કરી, તે ભૂલને સુધારવા પ્રયત્ન કરો; જે લેકે ખોટો આગ્રહ લઈ બેસે છે, અને બીજાના કથન ઉપર લક્ષ આપતા નથી, તેઓ કોઈ દિવસ સન્માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. સત્ય ગ્રહણ કરવા માટે હૃદયદ્વાર ખુલ્લાં રાખવા જોઈએ, અને પિતાનું તે સારું નહિ ગણતાં સારું તે પોતાનું માનતા શીખવું જોઈએ.
૨૩