Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય૫
[ ૩૪૩ તથા ગાદિપતિ છે
) અર્થા–રાગદ્વેષને ત્યાગ કરે.
ભાવાર્થ –કેઈ ઉપર રાગદ્વેષ કરવો નહિ, પણ સર્વને સરખા ગણવા; પણ આ ઉપરથી એમ સમજવાનું નથી કે પ્રાણ માત્ર ઉપરનો પ્રેમ દૂર કરવો; દરેક પ્રાણીમાં આત્મા રહેલે છે, માટે તે પ્રાણી ઉપર પ્રેમ તો રાખવો.
રાગ અને પ્રેમ એ બે ભિન્ન વસ્તુઓ છે. મારાપણાના વિચારને લીધે જે આસક્તિ થાય તે રાગ છે, પણ આ દેહમાં આત્મા રહે છે, અને તે આત્માનું કલ્યાણ કરવું એ મારે ધર્મ છે, એ વિચારથી તેના ઉપર મૈત્રીભાવના, યા કણ ઉપજે તે પ્રેમનાં લક્ષણ છે.
દેષ તે સર્વથા ત્યાજ્ય છે. જગતમાં સઘળા અવગુણોનું મૂળ તે દ્વેષ છે. ઠેષ અજ્ઞાનથી ઉદ્દભવે છે.
સામન: પ્રતિ ટાઉન gai 7 તમારા પિતાને જે પ્રતિકૂળ હેય, તે બીજા પ્રત્યે ન આચરવું.
આ સૂત્ર પ્રમાણે લેકે પિતાને જીવન વ્યવહાર ચલાવતા હોય તે ઘણે ભાગે દ્વેષને નાશ થઈ જાય અને લેકે પ્રેમમય જીવન ગાળે.
આપણને કઈ ગાળ દે તો આપણને દુઃખ થાય છે. અને કઈ ગાળ દે તો આપણને પ્રતિકુળ લાગે છે, તો તેજ કાર્ય આપણે સામાં મનુષ્ય તરફ ન કરવું; એટલે સામા મનુષ્યને ગાળ ન દેવી. આપણા ઉપર કોઈ ક્રોધે ભરાય તો આપણને દુઃખ થાય છે. માટે આપણને જે પ્રતિકૂળ ક્રોધનું કાર્ય છે, તે આપણે બીજા તરફ ને કરવું. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સામા મનુષ્ય ઉપર ક્રોધ ન કરવો. આવી રીતે દરેક કાર્ય કરતી વખતે પિતાના ઉપર તે કાર્ય બીજે કરે તે શી અસર થાય, તેને પ્રથમ વિચાર કરવો; અને પોતાને જે તે પ્રતિકુળ લાગતું હોય, તો બીજા પ્રતિ તેવું વર્તન