Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૨
તથા તાજ્ઞાાનિતિ | ક | અર્થ–સર્વદા તેમની આજ્ઞા પાળવી.
ભાવાર્થ –ગુરૂ જે જે આજ્ઞા કરે, તે નિરંતર પાળવી. પિતાને કોઈક સમયે ગુરૂ આજ્ઞાને હેતુ ન સમજાય તો પણ તે સમયે તે આજ્ઞા પાળવી અને પછી એકાન્તમાં ગુરુ પાસે તેનું કારણ જાણવું.
आज्ञा गुरूणामविचारणीय ગુરૂની આજ્ઞાને વિચાર કરવાનું નથી. અર્થાત આજ્ઞા થતાં તે અમલમાં મૂકવી.
तथा विधिना प्रवृत्तिरिति ॥ ६ ॥ અથ –વિધિસહિત પ્રવર્તન કરવું.
ભાવાથ:--શાસ્ત્રમાં જે વિધિ વર્ણવેલી છે, તદનુસાર પડિલેહણ પૂજવું (પ્રમાજન) ગોચરી વગેરે સાધુના આચારમાં પ્રવૃત્ત થવું. પિતાની ઈચ્છા પ્રમાણે નહિ વર્તતા જે શુદ્ધ માર્ગે ચાલ્યો આવતા હોય, તે પ્રમાણે વર્તન કરવું.
तथा आत्मानुग्रहचिन्तनामिति ॥७॥ અર્થ –પિતાના ઉપર કરેલા ઉપકારનું ચિંતવન કરવું.
ભાવાથી–ગુરૂએ પિતાના ઉપર જે જે ઉપકાર કર્યા હોય, તેનું ચિંતન કરવું કે જેથી ગુરૂ ઉપર પૂજ્ય બુદ્ધિ વધે.
ટીકાકાર આ શબ્દને એમ અર્થ કરે છે કે ગુરૂ જ્યારે આજ્ઞા કરે ત્યારે પિતાના ઉપર ઉપકાર થયો એમ સમજવું કહ્યું છે કે
धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥ અહિત આચરણરૂપ ગરમીને શાંત પાડનાર, ગુરૂના મુખરૂપ