Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૪
[ ૩૧૧
કે માણસાને સ ંસાર મળી આવતા કેટલાક અનિષ્ટ સજોગોથી વૈરાગ્ય આવે છે, પણ તે વૈરાગ્ય ક્ષણિક છે, અને કાળ જતાં, તે અનિષ્ટ સજોગા નાશ પામતાં તે વૈરાગ્ય અદશ્ય થતા જાય છે. અને પછી સંયમ તે ખેડીરૂપ લાગે છે. તે તેવું પરિણામ નવા દીક્ષા લેવા આવનારના સંબધમાં ન બને તે માટે તેના વૈરાગ્ય ક્ષણિક છે કે સ્થિર છે, તે બાબતની દીક્ષા આપનારે તપાસ કરવી જોઈએ કહ્યું. છે કેઃ—
धर्माख्याने श्मशाने च रोगिणां या मतिर्भवेत् । यदि सा निश्चला बुद्धिः को न मुच्येत बन्धनात् ||१||
ધર્મ શ્રવણ કરતી વખતે, અને સ્મશાનમાં રાગી માણસને જેવિચાર થાય તે વિચાર, તે યુદ્ધ જે નિશ્રળ રહે તા બન્ધનથી ક્રાણુ મુક્ત ન થાય ?
અર્થાત્ સ કાઈ બંધનથી છુટી શકે. પણ તે સ્મશાન વૈરાગ્ય છે; ખરા જ્ઞાનથી, ઉદ્ભવેલેા નથી, માટે ગ્રહણ કરેલું વ્રત પાળવાની સ્થિરતા તેનામાં છે કે નહિ તેવે દીક્ષા આપનારે ખાસ વિચાર કરવા. ૧૬. ગુરૂ પાસે દીક્ષા લેવાને આવેલે હેવા જોઈએ. ગુરૂએ શિષ્યની શોધમાં ફરવું નહિ, પણ શિષ્યાએ ગુરૂને શેાધી કાઢવા જોઈએ ને ખરે વૈરાગ્ય થયા હશે તે નિરંતર યોગ્ય ગુરૂની શોધ કરી પેાતાનું સર્વસ્વ તેને સ્વાણુ કરશે; અને ગુરૂ આજ્ઞા પ્રમાણે વરશે. તે દીક્ષા ગ્રહણ કરનાર પુરૂષ ગુરૂ તરફ અત્યત ભક્તિવાળા હોવા જોઈએ. એટલા ગુણ જેનામાં હેાય, તે દીક્ષા લેવાને સંપૂર્ણ રીતે અધિકારી છે.
હવે દીક્ષા આપનારમાં ખાસ ક્યા ગુણાની યાગ્યતા હાવી જોઈએ તે શાસ્ત્રકાર લખે છેઃ—
गुरुपर्दा स्वित्थंभूत एव; विधिवत्प्रतिपन्नप्रव्रज्यः, समुपासितगुरुकुळ;, अस्खलितशीलः सम्यगधीतागमः, तत एक
9