Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૮૨ ]
ધર્મબિન્દુ જે શુભ ભાવનાઓ કરે છે તે પોતે શુભ વિચારેનું કેન્દ્રસ્થાન (મધ્યબિંદુ) બને છે, અને તેથી જગતમાં જે જે સારા વિચારનાં રૂપે હય, તે તેના તરફ આકર્ષાય છે, અને તેથી તેના શુભ વિચારને પુષ્ટ આલંબન મળે છે.
આવી ભાવનાઓથી સકળ પ્રાણી માત્ર સાથે તેને મૈત્રી થાય છે, અને ઘણા પુરૂષો સાથે પૂર્વભવના અશુભ કર્મબંધ વિખરાઈ જાય છે. વળી શુભ ભાવનાઓ માણસને શુભ કર્મ-કાર્ય કરવાને પ્રેરે છે. માટે નિરંતર ઉચ્ચ અને શુભ ભાવનાઓ ભાવવી.
सर्वेऽपि सुखिन सन्तु सर्वे सन्तु निरामयाः । । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित्पापमाचरेत् ॥
સર્વે સુખી થાઓ, સવે રોગરહિત થાઓ, સર્વે કલ્યાણને પામે અને કઈ પણ પ્રાણુ પાપ કર્મ કરે નહિ. અથવા બ્રહશાંતિમાં લખ્યા પ્રમાણે – शिवमस्तु सर्व जगतः परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ॥१॥ | સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીને સમૂહ પારકાના હિતમાં તલ્લીન થાઓ, સર્વેદેષો નાશ પામે અને સર્વત્ર લેકે સુખી થાઓ.
આ રીતે નિરંતર ઉચ્ચ ભાવનાઓ ભાવવી, અને તેને વ્યવહારમાં અનુભવવા યથાશક્તિ પ્રયત્ન કરો.
तथा शिष्टचरितश्रवणमिति ॥८॥ અર્થ શિષ્ટ પુરૂષના ચરિત્રનું શ્રવણ કરે.
ભાવાર્થ–પ્રથમ અધ્યાયમાં શિષ્ટાચાર પ્રશંસનમ્ એ સૂત્રમાં શિષ્ટ પુરૂષોને કેવો આચાર હેવો જોઈએ તેનું સવિસ્તાર વર્ણન કરેલું છે, તેવા ગુણવાળા પુરૂષેના ચરિત્ર નિત્ય સાંભળવા