Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૯૪ ]
ધર્મબિંદુ તે મનુષ્યમાંથી ઠેષ સર્વથા નાશ પામે છે અને દેશની સાથે બને લગતા સર્વ દુર્ગણે પણ સ્વયમેવ વિલય થાય છે.
પ્રથમ પ્રમોદ ભાવના:-અમેદ એટલે આનંદ, ગુણમાં, જ્ઞાનમાં વિદ્યામાં, કલામાં અથવા અન્ય કોઈ વિષયમાં કોઈપણ મનુષ્યને આપણું કરતાં આગળ વધે છે, અથવા વધારે નિપુણ દેખી આપણું હૃદયમાં આનંદ થે જોઈએ; પણ ઈર્ષાને સ્થાન આપવું
નહિ.
તે વધારે જ્ઞાની છે, ધર્મિષ્ઠ છે, અથવા કળા કૌશલ્યવાન છે તે જોઈ આપણામાં ઉત્સાહ આવે જોઈએ કે, તે પણ માણસ છતાં આવું કામ કરી શકો તે આપણે પણ તે કાર્ય કરી શકીશું; આપણને આ રીતે તે ઉત્સાહનું કારણ થયો માટે તેને હૃદયથી આભારી માનવો જોઈએ. જે પદ તેણે પ્રાપ્ત કર્યું તે પદ પ્રાપ્ત કરવાની હેયમાં અભિલાષા જાગૃત કરવી અને તે મનુષ્યને પગલે પગલે ચાલવું; તે આપણે માર્ગદર્શક છે-એમ માનવું.
જે મનુષ્ય ઉચે ચઢી શકતા નથી, તેઓ ઉંચે ચઢેલાને નીચે લાવી પિતાના સરખા કરવા માગે છે, તે ખરેખર માણસની અદેખાઈ અને ઠેષ વૃત્તિનું જ પરિણામ છે; પણ ઈર્ષાથી અથવા ઠેષથી કદાપિ ઉચ્ચ પદ પામતું નથી. ઉલટું સામાના જ્ઞાનને ગુણને, ધનને વૈભવ જોઈ આપણું હૃદય બળે છે, અને તેથી આ તથા રૌદ્ર ધ્યાન થાય છે, અને કર્મ બંધ થાય છે, માટે સુજ્ઞ પુરૂષોએ બીજાનું ઉચ્ચ વર્તન જોઈ આનંદ પામવો જોઈએ, અને ગુણાનુરાગી થવું જોઈએ. કારણ કે ગુણાનુરાગથી તેવા ગુણ મેળવવા આપણું હૃદય દરવાશે. અને સજજન સમાગમથી, અને સન્માર્ગે ચાલવાના પ્રયાસથી ઉત્કૃષ્ટ પદ પામવા આપણે ભાગ્યશાળી થઈશું.
બીજી મૈત્રીભાવના આ ભાવના આપણુ જેવા ગુણકર્મવાળા પુરૂષો સાથે મૈત્રી બાંધવાનું જણાવે છે, પ્રાણી માત્ર તરફ