Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય
[ ૨૮૫ છે, તેથી ચિત્તની વૃત્તિઓ તે તે વસ્તુ પ્રતિ દોરાય છે, વળી ઈન્દ્રિયોને વશ કરીને માણસ બેસે, તો પણ પૂર્વે કરેલા વિચારોના તરંગે ચિત્તને ડોલાયમાન કરે છે, અને તેથી ક્ષણે ક્ષણે ચિત્તમાં નવા નવા સંકલ્પવિકલ્પ જાગૃત થયાજ કરે છે. એક ક્ષણભર પણ ચિત્ત સ્થિર રહેતું નથી, તેવા ચિત્તને અભ્યાસ અને વૈરાગ્યથી સ્થિર કરવા પ્રયત્ન કરવો, અને આમ તેમ ભટકતા મનને એક વસ્તુ અથવા એક તત્ત્વ ઉપર સ્થિર કરવું તે એકાગ્રતા કહેવાય. છે; અને તે એકાગ્રતાથી ચિત્ત તથા તે વસ્તુ અથવા તત્ત્વો યોગ -સંયોગ થાય છે. આવા યુગના ટીકાકાર બે ભાગ પાડે છે. એક સાલંબન યોગ અને બીજે નિરાલંબન યોગ.
કોઈ પણ પદાર્થની સ્થળ અથવા માનસિક મૂતિ ઉપર ચિત્તને એકાગ્ર કરવું તે સાલંબન યોગ કહેવાય.
કઈ પણ તત્ત્વ અથવા નિરાકાર પદાર્થનું ધ્યાન કરવું તે નિરાલંબન યોગ કહેવાય.
કહ્યું છે કે
सालंबनो निरालंबनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरुपध्यान खल्वाद्यस्तत्त्वमस्तवपरः ॥१॥
ઉત્કૃષ્ટ યોગના સાલંબન અને નિરાલંબન એવા બે ભાગ. જાણવા. જિનેશ્વર ભગવંતની પ્રતિમા અથવા સમવસરણ સમયે બેઠેલા અહં ભગવાનના સ્વરૂપનું ધ્યાન તે સાલંબન યોગ, અને તત્વને લગતું ધ્યાન તે નિરાલંબન યુગ સમજ.
નિરાલંબન યોગ સહજ પ્રાપ્ત થાય નહિ, માટે તેના પ્રથમ પગથીયા રૂપે સાલંબન ધ્યાન કરવું એજ હિતકારી છે, એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું.