Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અિધ્યાય-૩
T ૨૮૯
एतास्तावदसंशयं कुशदलप्रान्तोदबिन्दूपमा । लक्ष्म्यो बन्धुसमागमोऽपि न चिरस्थायी खलप्रीतिवत् ॥ यच्चान्यत्किल किंचिदस्ति निखिल तच्छारदाम्बोधर- : च्छायावच्चलतां बिभर्ति यदतः स्वस्मै हित चिन्त्यताम् ॥२॥
આ સંસાર ખરેખર સ્મશાન તુલ્ય છે; એક તરફ કાંધરૂપ ગીધ પક્ષી પિતાની પાંખે ફફડાવે છે, બીજી બાજુ તૃષ્ણારૂપ શિયાલણ મોઢું પહેલું કરીને આગળ દોડે છે. ત્રીજી બાજુ ભયંકર કામરૂપ પિશાચ વિચારે છે, આવા સ્મશાન રૂપ સંસારમાં પડેલો કયો માણસ સુખી થઈ શકે ? અર્થાત ક્રોધ, તૃષ્ણ અને કામ જ્યાં વ્યાપી રહેલા છે ત્યાં તેમની છાયા નીચે રહેનાર કદાપિ સુખની આશા રાખી શકે નહિ.
આ જુદા જુદા પ્રકારની લમીઓ કુશવાસના એક ભાગની અણુ ઉપર રહેલા જળના ટીપા સમાન છે, એમાં કોઈ સંશય નથી. જેમ પાણીનું બિન્દુ ક્ષણવારમાં ખરી પડી અદશ્ય થાય છે તેમ વૈભવ અને લક્ષ્મી હતાં નહતાં થઈ જાય છે. ખલ (દુષ્ટ) પુરૂષોની પ્રીતિ જેવો સ્વજનને સંબંધ છે. હલકા માણસો સાથે બાંધેલી પ્રીતિ લાંબા વખત ટક્તી નથી, તેમ બધુઓને સમાગમ પણ સમજ. સંસારમાં જે કાંઈ બીજુ અસ્તિત્વ ધરાવે છે તે સર્વ શરદઋતુના વાદળાની છાયાની માફક ચંચળ છે. શરદઋતુના વાદળા આકાશમાં ( પળવાર દેખાઈને અદશ્ય થાય છે તેની માફક દુનિયાના સઘળા પદાર્થો બદલાયા કરે છે. માટે પિતાનું હિત જેથી થાય તેવા ઉપાય: વિચારવા; અને તે ઉપને અમલમાં મૂકવા ઉદ્યમ કરવો.
તથા ગપત્રોવનમિતિ અર્થ : પછી મિક્ષને વિચાર કરે.
ભાવાર્થ-સંસારની અનિન્યતા અને અસારતા આપણે પ્રથમ વિચારી ગયા, પણ ઉચ્ચવસ્તુ તરફ લક્ષ ગયા વિના હલકી વસ્તુને
૧૯