Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૮૦ ]
ધમબિન્દુ : “ભૂતકાળમાં હિંદવાસીઓ માનસિક અને અધ્યાત્મિક નીસર .
ના ઉચ્ચ પગથીઆપર ચડ્યા હતા. માનસિક અને અધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા બહુજ તીવ્ર થઈ, અને તેથી પ્રજાના શરીર તરફ તેઓએ દુર્લક્ષ કર્યું, તેઓ પોતાની ઉચ્ચાઈથી નીચે પડયા, અને તેથી ધાર્મિક અને માનસિક જીવનને માટે મેટી શક્તિવાળી, પ્રજા આપણી નજરે પડે છે, પણ તે બેમાંથી એક પણ માર્ગમાં ફતેહ મળે, તે માટે જોઈતું શરીરબળ તે પ્રજામાં દષ્ટિગોચર થતું નથી. ઉંચી અભિલાષાઓ હોવા છતાં, તે તૃપ્ત કરવા ખંતથી અને એક ચિત્તથી કાર્ય કરવાની શક્તિ ન હોય, તેવા નિબળા મનુષ્યોની બનેલી પ્રજા જોઈ કોણ દિલગીર ન થાય! આ સ્થૂળ ભુવનના કાયદાઓની બેદરકારીથી હિંદવાસીઓ પિતાની ઉચ્ચ સ્થિતિમાંથી નીચે આવ્યા છે, અને નિર્બળ બન્યા છે.
આવી જૈનની શારીરિક સ્થિતિ ઘણે ભાગે થયેલી છે, તેનાં મુખ્ય ત્રણ કારણે નીચે પ્રમાણે છે. બાળલગ્ન, શારીરિક કેળવણી (કસરત) વગેરેને અભાવ અને આરોગ્યવિદ્યા અને શરીરના બંધારણું સંબંધીના નિયમનું અજ્ઞાન. આ ત્રણ વિષય ઉપર સવિસ્તર વર્ણન કરવાથી ગ્રન્થ ગૌરવ થાય. માટે તે સૂચવીને જ આગળ ચલાવીશું. જે જેનેએ ખરેખરૂં પુરૂષાર્થ પ્રાપ્ત કરવું હોય, તે બાળલગ્ન અટકાવવાની પ્રથમ જરૂર છે, તે સાથે દરેક જૈને કસરત કરવી જોઈએ, અને બીજા વ્યવહારિક વિષયોની સાથે આરોગ્યવિદ્યાના અને શરીર બંધારણના નિયમ સંબંધી જ્ઞાન નિશાળમાં તેમને મળે તેવી ગોઠવણ થવી જોઈએ. આમ થશે ત્યારેજ જૈને ખરેખર શુરવીર નીકળશે, અને કર્મ શત્રુને જીતનાર જિનેશ્વરનું ખરૂં નામ સંપાદન કરશે. માટે શરીર તરફ બહુજ લક્ષ આપવાની હાલમાં જરૂર છે.
तथा तदुत्तरकार्यचिन्तेति ॥७८॥