Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૬૮ ]
ધર્મબન્દુ પારકાની સેવાને અભાવ એ ત્રણ સિવાય બીજાની ઈચ્છા કરનાર નીચે પડે છે.
કહેવાને સાર એ છે, કે માણસ સ્વતંત્ર રીતે ખાવાને અન્નપાન અને પહેરવાને વસ્ત્ર મેળવે તે તેણે ઘણું સંતોષથી રહેવું. અસંતોષ એ ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મને વિરોધી છે; ડું મળતાં માણસ વધારેની ઈચ્છા કરે છે અને વધારે મળતાં તેથી વધારેની ઈચ્છા જાગૃત થાય છે. આ રીતે લેભને અંત આવતો નથી. અને લેભને લીધે વધારેને વધારે દ્રવ્ય પેદા કરવાની લાલચમાં મરણ ને શરણ થાય ત્યાં સુધી તેને અવકાશ મળતો નથી. વળી કહ્યું છે કે
सन्तोषामृततृप्तानां यत्सुख शान्तचेतसाम् । कुतस्तद्धनलुब्धानामितश्चतश्च धावताम् ॥
સંતોષ રૂપી અમૃત વડે તૃપ્તિ પામેલા અને શાન્તચિત્તવાળાને જે સુખ મળે છે, તે ધનને વિષે લુબ્ધ થયેલા અને ધનને માટે ચારે તરફ દેડતા પુરૂષોને ક્યાંથી મળી શકે? જેનું ચિત સદા ઉગમાં રહેલું હોય તેને સંતોષ કયાંથી સંભવે ?
तथा धर्मे धनबुद्धिरिति ॥६६॥ અર્થ –ધર્મમાં ધનબુદ્ધિ રાખવી.
ભાવાર્થ –સકળ ઈછન પદાર્થને આપનાર ધર્મમાં ધનબુદ્ધિ કરવી, એટલે ધર્મ તેજ ધન છે, તેમ માનવું
धर्मधना: हि साधवः કહ્યું છે કે સાધુ પુરૂષોને ધર્મ એજ ધન છે.
માટે ધર્મ અથવા પિતાના વર્તનને ચારિત્રને સજ્જને ધનરૂપ લેખે છે. તે ધન શાશ્વનું છે, કારણ કે મરણ સમયે ધન, લેભ,