Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૬૭
ततो धर्मप्रधानो व्यवहार इति ६४ ||
અ—પછી ધર્મની પ્રધાનતાપૂર્વક વ્યવહાર કરે. ભાવાઃ-ઘેર આવ્યા પછી પ્રથમ અધ્યાયમાં બતાવ્યા પ્રમાણે . ગૃહસ્થ ઉચિત સંસાર વ્યવહારનાં કાય કરે, પરંતુ તેમાં પણ ધમ ભાવનાનેા કદાષિ ત્યાગ કરે નહિ. એટલે વ્યવહારમાં પણ ઉચ્ચભાવનાને કદાપિ ત્યાગ કરે નહિ, અને ધને બાધ ન આવે તેમ વર્તે.
तथा द्रव्ये संतोषपर तेति ॥ ६५ ॥ અઃ—દ્રવ્યમાં સંતાષપણું રાખવુ..
ભાવાઃ—ધન ધાન્ય વિષે સાષ રાખવેા, અને જેટલા ધનથી નિર્વાહ ચલાવી શકાય, તેટલા ધનથી ધમો જીવે સ તાષ માનવા.. પહેલાના લેાકા આજીવિકા અલ્પ સાધનેથી ચલાવતા હતા; પૂર્વે જે મેાજશેાખના—એશઆરામના પદાર્થો ગણવામાં આવતા હતા. તે હવે જરૂરી ચીજો તરીકે માનવામાં આવે છે, અને તે સાધના પુરા પાડવા માટે વધારે દ્રવ્યની જરૂર પડે છે, અને તે દ્રવ્ય મેળવવામાં માણસાના સઘળા સમય પસાર થઈ જાય છે. આ રીતે પદાર્થોની વધતી જતી તૃષ્ણા માણુસાને સાષ પામવા દેતી નથી, અને પરિણામ એ આવે છે કે માણસ, તે તૃષ્ણાએ સ ંતુષ્ટ થાય તે માટે જોઈતુ . દ્રવ્ય મેળવવામાં પેાતાના બધા સમય ગાળી દે છે. અસલમાં માણસ . કેટલા સાધનામાં પેાતાનું ગુજરાન ચલાવી શકતા અને સતાષી રહેતા તેના માટે પ્રાચીન શ્લાક અત્રે ટાંકવામાં આવે છે.
अत्युष्णात्सघृतादन्नादच्छिद्रात्सितवाससः । अपरप्रेष्याभावाच्च शेषमिच्छन्पतत्यधः ॥ १ ॥
ઘી સહિત અતિ ઉષ્ણુ અન્ન, છિદ્ર રહિત સફેદ વસ્તુ અને