Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૫૧ अत एव तस्मिन् यत्न इति ॥३८॥ અથ–એજ કારણથી તે જ અનુષ્ઠાનમાં ઉદ્યમવત
થવું.
ભાવાર્થ –માટે સતવસ્તુને સતવસ્તુ રૂપે ઓળખવી, અને અસ વસ્તુને અસ તરીકે ઓળખવી તેવી જે શ્રદ્ધા તેમાં પ્રયત્ન નિરંતર કરવો.
આ બાબત પંચાશકમાં કહ્યું છે કે; “માણસને વિરતિને પરિણામ ન હોય, તો પણ પ્રયત્ન કરવાથી તે પરિણામ થાય છે, અને પ્રયત્ન વિના, અથવા અશુભ કર્મના ઉદયથી વિરતિને પરિણામ હેય, તે પણ ધીમે ધીમે નાશ પામે છે, માટે સમક્તિ અને અણુવ્રત અંગીકાર કર્યા પછી નિત્ય તેનું સ્મરણ કરવું. એટલે મેં આ વ્રત શા માટે ગ્રહણ કર્યા છે ? તેનું ફળ શું છે? તેથી મારી ઉન્નતિ શી રીતે થઈ શકશે ? તે વ્રતમાં વિદનરૂપ શું આવે છે. જે તે વિદન શી રીતે દૂર થાય ? એવા એવા વિચારોથી તે વ્રતમાં ચિત્તની સ્થિરતા થાય તેમ કરવું. તે વ્રતનું નિરંતર સ્મરણ કરવું. તેમના વિષે ઉચ્ચ ભાવનાઓ ભાવવી, અસવાદ અને પ્રાણિવધ, અસત્ય ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે માઠાં ફળ આપનારાં છે, અને બાર વ્રતનું અન્તર ફળ સ્વર્ગ અને પરંપરા ફળ મેક્ષ છે, એમ વિચાર કરો. આ તીર્થકરની ભક્તિથી તથા સાધુજનની અને ભાવયતિની સેવા કરવાથી, તથા ઉત્તમ ગુણ પ્રાપ્ત કરવાની અભિલાષાથી, સમકિત હોય ત્યારે અણુવ્રત ગ્રહણ કરવાની ઈચ્છા રાખવાથી, અને અણુવ્રત ગ્રહણ કર્યા પછી મહાવ્રત ગ્રહણ કરવાની ઉત્તમ ધારણ કરવાથી આવી રીતે નિરંતર ઉચ્ચ ભાવનાઓ ભાવવાથી વિરતિ અને સમ્યગ્દર્શનને પરિણામ (ભાવ) જે ગુપ્ત હોય તે પ્રકટ થાય છે. અને ઉત્પન્ન થયેલા પરિણામમાં વૃદ્ધિ થાય છે. પણ પરિણામ ઘટતા