Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[[ ૨૬૧ હેય, તેના કરતાં ત્રણ ગણે સમય તે વિષે મનન કરવામાં પસાર કર, ત્યારે જ તેની સાથે મન તન્મય થાય છે અને મન ઉપર તેની સમ્યગ છાપ પડે છે, અને તે પ્રમાણે આચારમાં મૂકવા પ્રેરાય છે; જે બાબત ઉપર મનન કરેલું નથી તે બાબત થોડા દિવસ પછી ભૂલી જવાય છે, અને આ રીતે સાંભળવાને ગુણ થતો નથી. માટે શાંત ચિત્તથી સદ્દબોધ ઉપર મનન કરવું.
તતઃ ગામૈ પરસિ પકો અથ– આગમનેજ પ્રધાન માને.
ભાવાથ–સર્વ ક્રિયામાં આગમ-સ્યાદ્વાદસિદ્ધાન્ત અનેકાન મતના ઉપરજ આધાર રાખે. જ્યાં જ્યાં શંકા પડે, ત્યાં આગમમાં -કહેલા બોધ પ્રમાણે તે માણસ વતે.
તતઃ અતશયપાત્રનમિતિ ૨. અર્થ–પછી સાંભળેલામાંથી શક્તિ પ્રમાણે પાલન કરે.
ભાવાથ–ગુરૂ પાસેથી સબોધ શ્રવણ કરે, પછી પોતે વિચાર કરે, કે આ બોધમાંથી મારાથી શું થઈ શકે એમ છે ? જે થઈ શકે એવું હોય, તે પાળવા માટે ઉદ્યમ કરે; શક્તિ હોવા છતાં,
ગ્ય કામ જે કરતો નથી, તેને એવી શક્તિ ફરીથી પ્રાપ્ત થતી નથી, અને વીર્યાચારમાં દોષ લાગે છે. માટે યથાશક્તિ પ્રર્વતન કરવું, એટલે કે પૌષધ, સામાયિક વગેરે કરવાં.
તથા મશર માવતિવર્ષ ત પદ્દા. અથ–અશક્ય અનુષ્ઠાનમાં ભાવ રાખે.
ભાવાર્થ-જેટલું પિતાનાથી બની શકે તેમાં તો જરૂર ઉદ્યમ કરે, પણ પિતાનાથી ન બની શકે એવું હોય, તે કયારે હું ફરી શકીશ એવી ભાવના ભાવવી.