Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૬૩ तथा तत्कर्तृषु प्रशंसोपचाराविति ॥५७॥
અથ–તે અશક્ય અનુષ્ઠાનને કરનારાઓની પ્રશંસા તથા સહાય કરે.
ભાવાથ–પોતાની અપેક્ષાથી જે અનુષ્ઠાન અશકય લાગતું હેય તેવું કરનારા મહાપુરૂષની પ્રશંસા કરવી; અને તેમની સેવા કરવી, તથા અન્નપાન વસ્ત્ર વગેરેની તેમને જરૂર હેય, તે તેમને ભક્તિપૂર્વક આપવા.
ગુણાનુરાગ અને ગુણીજનાનુરાગ એ ઉત્તમ ગુણે છે, માટે નિરંતર આપણુથી જ્ઞાનમાં તથા ગુણમાં આગળ વધેલાની પ્રશંસા કરવી. જે ચાર ભાવનાઓ દરેક જૈનને ભાવવાની છે તેમાં એક પ્રમાદ ભાવના પણ છે. આપણાથી જે આગળ વધેલા હોય તેમનાં ઉત્તમ જ્ઞાન, ભક્તિ ક્રિયા વગેરે જઈ આપણું હૃદયમાં આનંદ થાય તે અમેદ જાણો. તેથી આગળ વધેલાની ઈર્ષ્યા કરવાને બદલે આપણે તેવા ગુણ મેળવવા ઉત્સાહિત થઈએ છીએ; પ્રમોદ ભાવના તેવા ગુણ પ્રાપ્ત કરવા માટે આપણને ઉત્સાહ આપે છે. માટે જ્ઞાની, ભકત અને ઉત્કૃષ્ટ અનુષ્ઠાન કરનારની પ્રશંસા કરવી, અને તેવા લોકેની સેવા કરવી. તેમની સેવા કરવાથી, તેમના આશીવાદથી, તેવા ગુણે સહજ પ્રાપ્ત થાય છે. __ तथा निपुणभावचिन्तनमिति ॥५८॥
અર્થ : અતિસૂક્ષ્મ ભાવોનું ચિંતવન કરવું.
ભાવાર્થી—ધર્મની અંદર દ્રવ્ય ગુણ પર્યાયનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવું.
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત પદાર્થ સત્ કહેવાય તે લક્ષણ દરેક પદાર્થને લગાડવું.