Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૧૨ ]
ધમબિન્દુ અને છુટી ન શકાય તેવી રીતે બાંધવું તે નિરપેક્ષ બંધ કહેવાય. આ પ્રકારને બંધ ચાર પગવાળા પ્રાણીને આશ્રયી લખેલે છે.
અને દાસ દાસી, ચેર તથા પાઠ આદિ શીખવામાં પ્રસાદી એવા પુત્રને બાંધવા હોય તે પિનાના પરાક્રમથી જ બાંધવા અને તેમનું રક્ષણ કરવું કે જેથી અગ્નિ વગેરેને ઉપદ્રવ થાય તો તેઓ નાશ ન પામે. પિતાના પરાક્રમથી બાંધવા એને અર્થ એ થાય. છે કે તેમના ઉપર એવી સખ્તાઈ રાખવી કે આજ્ઞા સિવાય રાખેલ ઠેકાણેથી બીજે ખસી શકે નહિ.
૨. તાડનની બાબત પણ એવી જ રીતે સમજવી. નિયપણે. મારવું તે નિરપેક્ષ વધ, તેને તે સર્વદા ત્યાગ કરવો. શ્રાવકે પિતાના આશ્રિત ઉપર પ્રથમથી જ એ દાબ બેસાડવો. કે તેઓ તેનાથી બીતા રહે, અને તેમને મારવાને અવસર તેને ન આવે, છતાં કદાચ એ અવસર આવે તે મર્મ સ્થળ સિવાય બીજી જગ્યાએ ઘણે જ થેડો પ્રહાર કર, એ સાપેક્ષ વધ સમજો
૩. છવિચ્છેદ પણ તેજ રીતે જ સમજો. પગ, હાથ, કાન, નાસિકા વગેરે નિર્દયપણે દવા તે નિરપેક્ષ છવિચ્છેદ કહેવાય અને ગુમડાં, ઘા (ત્રણ) વગેરે છેદવા પડે અથવા કોઈ સગમાં ડામ. દેવો પડે તે સાપેક્ષ છવિચ્છેદ કહેવાય, નિરપેક્ષ સર્વથા ત્યાગ કરવા, લાયક છે.
૪. શ્રાવકે બેપગાં અને ચોપગાં વાહનની મદદથી પિતાનું ગુજરાન ચલાવવાને વ્યાપાર બનતા સુધી ન કરે, છતાં તે ધંધે કરવું પડે તો બે પગવાળા મજૂરો જેટલો ભાર પિતાની જાતે ઉપાડી શકે તથા ઉતારી શકે તેટલો ભાર ઉપાડવે. અને ચાર પગ વાળા પાસે તે નિયમ કરતાં પણ ઓછે ભાર ઉપડાવ, કારણ, કે તેમને બેસવાની વાચા નથી; એટલે પિતાને વધારે ભાર ઉચકવાને છે એમ તેઓ બીજાને જણાવી શકે નહિ. હલ તથા ગાડાં પ્રમુખમાં જડેલા બળદને યોગ્ય અવસરે છુટા કરવા.