Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૩૫ જ નથી. તે તે વખતે માણસને ખોટી શક્તિ આપે છે, પણ નશો ઉતરતાં શરીરનું બળ પણ સાથે ખેંચી જાય છે. તેના પીનારા ઈન્દ્રિયોના ગુલામ બને છે; અને મન તેમને વશ રહેતું નથી, જેનું મન તથા ઈન્દ્રિયો વશ ન હોય, તે કેવાં કુકર્મો કરે છે તે જરા બારીકાઈથી દુનિયાનું સ્વરૂપ વિચારનારાના ધ્યાનની બહાર હશે નહિ.
પદાર્થો કેહવરાવવીને તે બનાવવામાં આવે છે, તેથી અનેક જીવોનો તેમાં સંહાર થાય છે. જે માણસ તેને વશ થયો તેને આ ભવ તથા પરભવ બગડજ સમજવો; આ બાબત એટલી મહત્ત્વની છે, કે બુદ્ધ ધર્મના સંસ્થાપક શ્રી ગૌતમબુદધે તેને (મદિરા ત્યાગનો) પરિગ્રહને સ્થાને, પાંચમા મહાવ્રતરૂપે ઉપદેશ કર્યો છે. બુદ્ધધર્મને ચાર મહાવ્રતો શબ્દ શબ્દ આપણા જૈનધર્મના ચાર મહાવ્રત સાથે મળતા છે, અને જ્યારે આપણું પાંચમું મહાવ્રત પરિગ્રહ ત્યાગનું છે, ત્યારે બુદ્ધધર્મનું પાંચમું મહાવ્રત કહે છે કે મદ્ય મદિરા તથા સધળા માદક પદાર્થોને ત્યાગ કરવો.
પશ્ચિમ દેશના સંસર્ગથી જે અનિષ્ટ સંસ્કારે આ દેશમાં આવેલા છે, તેમાં મદિરાપાન એ મુખ્ય છે. અફસોસની વાત છે કે છેલ્લા દશ પંદર વર્ષમાં આપણા જૈન બાંધવામાં, તે અધમ, કુરીવાજ કેટલેક અંશે પ્રવેશી ગયો છે, ખરી વાત છે કે હજુ પ્રમાણ બહુ અપ છે, પણ તે સડાને દૂર કરવા ચાંપતા ઉપાય નહિ, લેવામાં આવે, તે ચેપીરોગની જેમ તે સડો વૃદ્ધિ પામશે, અને તેનું ભવિષ્યમાં કેવું માઠું પરિણામ આવશે, તે આ ક૯પી શકાતું નથી. પરમાત્મા પાસે નમ્ર પ્રાર્થના એ છે કે કેટલાક જૈન બાંધવામાં મદીરા પાનને પેઠે સડે તેઓ સુવિચારથી દૂર કરે, અને આ અધમ અનાચારની અસર બીજા જુવાનવર્ગ ઉપર ન પડે.
૫. અરધા કાચા અને અરધા પાકા ધાન્ય (પક) વગેરે પણ