Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૪૫
आनयनप्रेष्यप्रयोगशब्दरुपानुपातपुद्गलप्रक्षेपा इति ॥३२॥
અર્થ– નિયમિત ક્ષેત્ર બહારથી લાવવું, સેવકને મકલ, શબ્દ શ્રવણ કરાવ, રૂપ દેખાડવું, કાંકરા વગેરે પદાર્થ નાંખવે.
ભાવાથ–૧. પોતે જેટલા ક્ષેત્રનો નિયમ કર્યો હોય, તે ક્ષેત્રની બહાર રહેલા ક્ષેત્રમાંથી વસ્તુ મંગાવવી.
૨. તેવા ક્ષેત્રનાં માણસ–નોકરને મેકલ. ૩. શબ્દ શ્રવણ કરાવો. ૪. રૂપ દેખાડવું. ૫. કાંકરા વિગેરે વસ્તુ નાખી જાણ કરાવવી.
૧. પોતે જે ક્ષેત્રની હદ કરી રાખી હોય, તેનાથી બહાર આવેલા પ્રદેશમાં પે તાનાથી જવાય નહિ, અને ત્યાંથી કઈ વસ્તુ મંગાવવાની જરૂર પડે તે બીજા પાસે મંગાવે અથવા કોઈ જતો હેય તેની પાસે મંગાવરાવે તો તેને અતિચાર લાગે. પિતે તે ક્ષેત્રમાં જાય તો વ્રતને ભંગ થાય માટે આ રીતે કરે છે, તેથી વ્રત રાખવાની બુદ્ધિ હોવાથી વ્રત ભંગને બદલે અતિચાર લાગે છે.
૨. હદની બહારના ક્ષેત્રમાં પોતે જાય તો વ્રત ભંગ થાય, તે ભયથી પોતાના નોકર-ચાકરને તે ક્ષેત્રમાં કઈ પ્રયોજન અર્થે મોકલે તે પણ અતિચાર લાગે છે, કારણ કે પોતે તે કામ ક્યું નહિ, પણ બીજા પાસે કરાવરાવ્યું. આ અંતચારને પ્રખ્યપ્રયોગ કહેવાય છે.
૩. જે માણસનું પિતાને કામ હોય, તે મર્યાદિત ક્ષેત્રની બહાર હેય તે તેને બેલાવવાને ઉર્વસ (ઉઘરસ ખાંખારા વગેરેથી ચેતવણી આપવી, તે શબ્દાનુપાત અતિચાર કહેવાય છે
૪. બીજે પુરુષ પિતે નિયમ લીધેલા ક્ષેત્રની હદની બહાર હિય, તેને કોઈ કારણસર બોલાવવાને પિતાનું રૂપ આકાર વગેરે જણાવે તે રૂપાનુપાત અતિચાર કહેવાય. કારણ કે પિતે ત્યાં જાય