Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૩૦ ]
ધ બિન્દુ
૫. કુષ્ય—રાચરચીલું, આસન, શય્યા, ખુરસી, વાસણુ વગેરે પરચુરણ સામાન તે કુખ કહેવાય છે. તેની સંખ્યા વધારવાથી અતિચાર લાગે છે. ધારા કે ત્રાંબાની દશ કથરોટા રાખવાનું પ્રમાણ કર્યુ હોય, પછી તે પાત્ર બમણાં થાય ત્યારે વ્રત ભંગના ભયથી એ પાત્ર મેળવી એક મેાટુ' પાત્ર કરાવી નાંખે, આ પ્રમાણે પાત્રના આકારમાં ફેરફાર કરે, પણ સ ંખ્યા તેટલીને તેટલી રાખે, આ રીતે સ`ખ્યા તેટલીજ રાખવાથી વ્રત ભંગ થતા નથી, પણ આકારમાં ફેરફાર કરવાથી વ્રત ભંગ થાય છે, આવી રીતે ભંગાભંગથી અતિચાર. લાગે છે.
ક્ષેત્ર આદિ પરિગ્રહની વસ્તુ નવ પ્રકારની છે, પણ સરખા ગુણવાળમાં તેમના સમાવેશ થઈ જતા હેાવાથી પાંચની સંખ્યા રાખી છે. વળી દરેક અણુવ્રતના પાંચ વિભાગ છે તા આ પરિગ્રહ અણુવ્રતના પણ પાંચ ભેદ રાખવાથી શિષ્યને-બાળજીવને ગણત્રી કરવામાં. અનુકુળતા રહે.
આ રીતે પાંચમાં પરિગ્રહ અણુવ્રતના અતિચારાનુ વષઁન કરવામાં આવ્યું.
માણસની આ દુનિયાના પદાર્થક્ ઉપરથી જેમ બને તેમ મૂર્છા ઉતરે; તે હેતુથી આ વ્રતની શાસ્ત્રકારોએ પ્રરૂપણા કરી છે; દુનિયાના બધા પદાર્થોં ઉપરથી એકદમ મેાહ ઉતરી ન શકે તેથી અમુક પ્રમાણમાં ધન, ધાન્ય, રૂપું, સેાનું, જાનવર, દાસદાસી, રાચરચીલું, ધરક્ષેત્ર વગેરે હું રાખીશ એવી પ્રતિજ્ઞા શ્રાવક ગ્રહણ કરે છે, અને તેટલું મળ્યેથી સ ંતાપ ધારણ કરે છે. આખી પૃથ્વીનું રાજ્ય મળે તાપણ માણસના લાભના અંત આવતા નથી. હજુ વધારે મેળવવાને તે લલચાય છે, પણ પરિગ્રહની મર્યાદા કરનાર, ધારેલા પ્રમાણમાં ધન વગેરે મળવાથી, સંતુષ્ટ થાય છે.
પ્રાચીન સમયમાં જેતે આપણે મા શેખની વસ્તુએ ગણતા