Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૧૩ કોઈપણ પ્રાણીને ભોજન તથા પાનમાં અંતરાય ન કરવો. કારણ કે તેમ કરવાથી, તે પ્રાણીઓને અનપાન નહિ મળવાથી કદાચ મરણ થવાનો સંભવ રહે છે. આ અનપાનને નિરોધ બે પ્રકાર છે. રોગાદિના ઉપચાર નિમિતે પ્રાણીને ભૂખ્યું રાખવું તે સાપેક્ષ નિષેધ કહેવાય. અને તેથી જુદી રીતે એટલે અપરાધ નિમિતે અનપાન નહિ આપવા, અને જીવ ભૂખથી પીડાય તેમાં આનંદ માનવે તે નિરપેક્ષ નિરોધ કહેવાય, છેવટને નિરપેક્ષ સર્વથા ત્યાગ કરવા લાયક છે. ફક્ત અનપાન આજે તને નહિ મળે એવી ધમકી બતાવવી પણ ભોજનાદિ તે આપવું, અને પાપની શાંતિ નિમિતે ઉપવાસ કરાવો.
આ બાબત પર ઘણું લખી શકાય, પણ ગ્રંથગૌરવને ભય રહે છે તેથી પિતાની બુદ્ધિ અનુસાર વ્રતને અતિચાર ન લાગે તેમ સર્વ જગ્યાએ વર્તવું, એજ સાર છે.
શંકા –વત અંગીકાર કરનારે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું છે તે તેને બંધ વગેરે કરવાથી દોષ લાગશે નહિ, કારણ કે તેથી પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી, અને બંધાદિ કરવાનું જે તેણે પ્રત્યાખ્યાન કર્યું હોય છતાં બંધાદિ કરે, તે પચ્ચખાણને ભંગ થાય છે, અને તેથી વ્રતની મર્યાદાને પણ નાશ થાય છે; અને વ્રતમાં પાંચ પાંચ અતિચારના પણ વ્રતથી અધિકપણું થશે; આ પ્રમાણે બંધાદિને અતિચાર ગણવા યોગ્ય નથી.
સમાધાન : ખરી વાત છે કે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું છે પણ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરવાથી બંધાદિકનું પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે, કારણ કે બંધ વગેરે પ્રાણાતિપાતનાં કારણે છે. બંધ વગેરેથી વ્રતભંગ થતું નથી, પણ અતિચાર થાય છે. સર્વથા જ્યારે વ્રતને ભંગ થાય ત્યારે ત્રતભંગ કહેવાય અને દેશથી (કેટલેક અંશે) વ્રતને બોધ આવે ત્યારે અતિયાર કહેવાય.