Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૨૮ ]
ધર્મબિન્દુ ઉપદેશથી જે અસર થાય તેના કરતાં તેના દાખલાથી વધારે અસર થાય છે.
આ બાબત બહુજ ઉપયોગી છે. લેકે ઉપદેશની સાથે જ ઉપદેશ કરનાર તરફ દષ્ટિ કરે છે. જે ઉપદેશકમાં, પોતે બીજાને જે બાબતને ઉપદેશ કરે છે તેવા ગુણ હોય, તો તેના ઉપદેશની અસર થાય છે. નહિ તે “પોથીમાંના રીંગણ”ની ગતિ થાય છે. માટે જે બીજાને આપણે બોધ આપવા ઇચ્છા રાખતા હોઈએ, તે. પ્રથમ આપણે વર્તનમાં મૂકવું જોઈએ, પારકાને ઉપદેશ આપવાનું પાંડિત્ય તે સર્વ સ્થળે દેખાય છે, પણ કહેણ પ્રમાણે રહેણી રાખનારા દુર્લભ હોય છે. આપણું જીવન વ્યવહારથી આપણું વર્તનથી આપણે સત્યની બીજાને ભલામણ કરવી જોઈએ, બાકી કેવળ ઉપદેશથી કરેલી ભલામણ લાંબે વખત ટકતી નથી, માટે ઉપદેશકોએ આ વિષય ઉપર બહુજ વિચાર કરીને ઉપદેષ્ટા તરીકે બહાર પડવું જોઈએ.
તથા–ગુમાવવનમિતિ / ૨૨ //. અર્થ : (ઉપદેશકે) સરલતા રાખવી.
ભાવાર્થ:–ઉપદેશકે પિતાનું જે પદ હેય, જેટલી જ્ઞાનની સ્થિતિ હેય તે જણાવવું, પણ ખોટી મગરૂબી ન રાખવી. દાંભિકપણે બતાવેલું જુઠું ડા સમયમાં શિષ્યના જાણવામાં આવે છે.. અને તેથી તે અસત્યવાદી છે એમ ખબર પડતાં તેના ઉપરથી ભાવ ઉતરી જાય છે, અને તેના ઉપદેશની અસર પણ થતી નથી.
આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે – संमद्दमाणी पाणाणि बीआणि हरिआणिअ । असंजए संजय मन्नमाणे पावसमणेति वुच्चई ॥१॥ બેઈન્દ્રિય વગેરે પ્રાણીને, બીજને, લીલાં શાસને કચરીને