Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૦૦ ]
ધર્મબિન્દુ - તે છતશત્રુ રાજા શહેરનું યથાર્થ રક્ષણ કરતા હતા. તે રાજાને ધારિણે નામે રાણી હતી, જે મનુષ્ય માત્રનાં નેત્ર તથા મનને હરણું કરવા સમર્થ હતી, પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ પુણ્યનું ફળ આ ભવમાં ભગવતી હતી, અને અસરાઓના વિલાસને મદને પિતાના વિલાસથી પર ભવ કરતી હતી. સર્વ રાજાઓને નમાવનાર અને દૂષણોને દૂરથી કરનાર તથા પંચ પ્રકારના મનહર ભોગ ભગવતે તે રાજ કેટલેક વખત આ સ્ત્રીની સાથે કાઢતે હતે.
તે શહેરમાં સમુદ્રદત્ત નામને શેઠ રહેતા હતા. તે ધણાં સેવકેને સ્વામી, ઘણા જાનવરોને વિણ કરનાર હતા, તેન ભંડારો ધાન્યરાશિથી ભરપૂર હતા, અને હિરણ્ય પ્રમુખ ધાતુઓ તથા મણિ
પ્રમુખ જવાહર સમૂહ રૂપ સમૃદ્ધિ વડે કુબેર ભંડારીના ગર્વને પણ . ઉતારવા તે સમર્થ હતા. તે સર્વદા દીન, અનાથ, પાંગળાં વગેરે
અનેક પ્રાણીઓના શોકનો નાશ કરવામાં પિતના ધનને સત્રય કરતા હતા. તે વણિફ શિરોમણી અને સજજન પુરૂષના સર્વ શુભ . ગુણવાળો હતે. દેખાવે પણ દેદીપ્યમાન આકૃતિવાળો હતે. ' • તે શેઠને સુમંગલા નામે પતિવ્રતા સ્ત્રી હતી. તે સ્ત્રી સર્વ - લાવણ્યના ગુણના આધાર રૂ૫, સર્વ કલ્યાણકારી વસ્તુઓના ઉદાહરણ રૂ૫, પુણ્ય રૂ૫ રત્નના મોટા ભંડાર રૂપ, પિતાની કુળ સંતતિના ભૂષણ રૂપ અને જેવી સુકુમાર વનલતા હતી. તે સ્ત્રી ઉપર શેઠને અત્યંત ગાઢ પ્રેમ હતો. અને તે સ્ત્રી સાથે આ સંસારના સકળ વિષય - સુખ સમુદ્રમાં ડુબેલે તે શેઠ ઘણે કાળ નિર્ગમન કરતો હતો. તે દંપતી નિર્મળ આચાર પાળતાં હતાં, સમય પ્રાપ્ત થયે તે સુમંગલા સીએ પ્રિયંકર, શ્રેયંકર, ધનદેવ, સેમદેવ, પૂર્ણભક, અને માણિભદ્ર એમ અનુક્રમે છ પુત્રને જન્મ આપ્યો. તે છ પુત્ર રવભાવથીજ ગુરૂજનને પ્રેમ સાચવવામાં તત્પર હતા. તેઓએ પરમ