Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૦૨ હવે દરેક વ્રતના અતિચાર બતાવવા પ્રથમ સમ્યફદર્શન ના અતિચાર બતાવે છે. शङका १ काडक्षा २ विचिकित्सा ३ ऽन्यद्रष्टिप्रशंसा સંતવાઃ -૫ સભ્યદ્રષ્યતિરાવારૂતિ રહ્યા
અથ – ૧ શંકા. ૨. કાંક્ષા. ૩ વિચિકિત્સા. ૪ અન્ય દર્શનકારની પ્રશંસા. ૫ પરિચય એ સમ્યગદર્શનના અતિચારે છે. ભાવાથ:– ૧. શંકા : શંકા બે પ્રકારે છે. I સર્વ શંકા. II દેશ શંકા. I ભગવાનને સર્વ વચનેમાં શંકા રાખવી તે સર્વ શંકા.
દા. ત. ભગવાને કહેલી બધી વાત સુયોગ્યપણે કેવી
રીતે ઘટે? એવી વિચારણા તે સર્વ શંકા. II ભગવાનના કહેલા અમુક વચનમાં શંકા કરવી તે દેશ
શંકા. દા. ત. પૃથ્વીકાયાદિમાં જીવ હશે કે કેમ ? એવી
વિચારણું તે દેશ શંકા.. ૨. કાંક્ષા ઃ અન્ય દર્શનને સારા માનીને અથવા તેમના અમુક કાર્યોને સારા માનીને તેની ઈચ્છા રાખવી તે કાંક્ષા. દા. ત.
બૌદ્ધોને ધ્યાને વાદ ખરેખર કરવા જેવો છે. એવી વિચારણા કરવી - તે કાંક્ષા.