Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૨૦૫ ભાવાર્થ:–ોગ ત્રણ પ્રકારના છે. કાયયોગ, મનયોગ અને વચનોગ, એટલે કય મન અને વચનના વ્યાપારની શુદ્ધિ કરવી. તે યોગગુદ્ધિ.
ઉપયોગ સહિત જવા આવવાની ક્રિયા કરવી તે કાય શુદ્ધિ... નિરવ બોલવું તે વચનશુદ્ધિ. શુભ ચિવવું તે મનશુદ્ધિ જાણવી.
અખલિતપણે પ્રાણિપાતાદિનો ઉચ્ચાર કરવો, અને ભાન સહિત કાર્યોત્સર્ગ કરવો; તે વંદનશુદ્ધિ જાણવી.
શંખ, નાબત વગેરે શુભ વાજીંત્રને નાદ સાંભળો, પૂર્ણ કુંભ ઝારી, છત્ર, ધ્વજ, ચામર ઈત્યાદિ શુભ વસ્તુ જેવી, અને સુગંધી પદાર્થોની ગંધ લેવી, આ લક્ષણથી નિમિત્ત શુદ્ધિ કહેવાય છે.
પૂર્વ દિશા, ઉત્તર દિશા, અને જે દિશામાં જિનેશ્વર હોય તે દિશાને આશ્રય કરવો તે દિફશુદ્ધિ કહેવાય.
રાજ વગેરેના અભિયોગથી પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) માં અપવાદ રાખવા તે આગારશુદ્ધિ કહેવાય.
આ સઘળી શુદ્ધિઓને વિધિપૂર્વક ગ્રહણ કરતાં લક્ષમાં રાખવી જોઈએ.
તથા જિૉપચારતિ અથ–ઉચિતને ઉપચાર કરે.
ભાવાર્થ:–દેવ, ગુરૂ, સ્વધર્મી બંધુ, સ્વજન, અનાથ, દીના વગેરેને જેને જેમ ઘટે તેમને ઉપચાર (સેવા) કરે; એ પણ એક વિધિ છે, તે વિનય છે. અને વિના મૂત્રો ય ધમનું મૂળ વિનયમાં છે, માટે ધર્મ ગ્રહણ કરવાની ઈચ્છાવાળાએ જેને જે ધટે તે વિનય, કરો. ક, અણુવ્રત ગ્રહણ કરવાની વિધિ તથા જરૂરીઆત આપણે વિચારી ગયા, હવે તેને ક્રમ બતાવતાં શાસ્ત્રકાર લખે છે.