Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૭૪ ]
ધર્મબિન્દુ નથી, માટે ચિરકાળ ટકે એવું સુખ પ્રાપ્ત કરવા ઈચ્છનાર મનુષ્યના પ્રયાસને અનુચિત છે. * આવી રીતે સંસારનું સ્વરૂપ વિચારવું, અને તે સુખને દુઃખ ગર્ભિત દેખી વૈરાગ્યવાન થવું. અને આત્મસ્વભાવમાં રહેલું અનંત અમર સુખ મેળવવા પ્રયત્ન કરવો; એજ આ કથનને આશય છે.
(૪) એકત્વભાવના ૧. આ સંસારમાં જવ એકલો જ ઉત્પન્ન થાય છે. અને એક જ મરે છે, એક જ કર્મને કર્તા છે, અને એટલે જ તે કર્મને ભક્તા છે; પરમાર્થ દષ્ટિએ વિચારીએ તે સ્વધર્મ સિવાય અન્ય કોઈ પણ સ્વજન તેને સહાયકારી થઈ શકે નહિ. માટે કોઈ પણ કાર્યને આરંભ કરતાં પહેલાં. તે કાર્યનું શું પરિણામ આવશે એમ વિચારી તે કાર્યમાં જીવે પ્રવર્તન કરવું, કારણ કે તે કાર્યનું ફળ પણ પિતાને એકલાને ભેગવવું પડશે. દરેક કાર્ય વિચાર અને વાસનાને માટે પતિજ જવાબદાર છે; માટે દરેક જીવે પવિત્ર અને સુંદર વિચારો વિચારવા, પવિત્ર, અને સુંદર વચને બેલવા, અને પવિત્ર અને સુંદર કાર્યો કરવા; કારણ કે તે સર્વનું સુંદર ફળ પણ પિતાને જ મળે છે. આત્મા પોતે એક છે, અને તે સિવાયની સર્વ વસ્તુઓ ભિન્ન છે અને તેને અને આત્માને ખરી રીતે કોઈ સંબંધ નથી.
અધ્યાત્મસારમાં કહ્યું છે કે – एकः परभवे याति जायते चक एव हि ।। ममतोद्रेक्तः सर्व संबन्ध कल्पयत्यथ ॥ १ ॥ व्याप्नोति महती भूमिं वटबीजाद्यथा वटः ।। तथैकममताबीजाप्रपश्चस्यापि कल्पना ॥ २ ॥ माता पिता मे प्राता मे भगिनी वल्लभा च मे । પુત્ર સુતા બે મિનિ સાચા સંતુલાય રૂ It