Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૭૩ જુદા જુદા ભવમાં આવે છે, અને તે ભિન્ન ભિન્ન ભાવમાં માતા. પિત, પુત્ર, પુત્રી, સ્ત્રી, નેકર, સ્વજન, શત્રુ, મિત્ર વગેરે અનેક પ્રકારના સંબંધમાં અનેક વાર અનેક જીવોની સાથે જોડાય છે; છતાં કોઈ કેઈનું થયું નથી, કારણ કે આ સર્વસંબંધ શરીર, આશ્રયી છે. અને આત્મા તે દેહાતીત છે. માટે આસક્તિ વિના– પણ પ્રેમ સહિત આપણું સંબંધમાં આવતા જીવોનું કલ્યાણ કરવું.
માણસને સંસારમાં બાંધનાર રાગ જ મમત્વ ભાવના છે. આ પુત્ર મારો છે, આ સ્ત્રી મારી છે, એવા વિચારથી તેમના ઉપર જે. આસકત થાય તે રાગ, અને તે રાગ માણસને તે ઈટ જનના વિયાગથી અથવા મરણથી દુઃખ ઉત્પન્ન કરે છે. પણ પુત્ર અથવા સ્ત્રી તે આત્મા છે, અને આત્માનું કલ્યાણ કરવું તે મારો ધર્મ છે, અને બીજા માણસો કરતાં, મારા સંબંધમાં આવેલા માણસનું કલ્યાણ હું વધારે કરી શકું એવા વિચારથી તેમના ઉપર પ્રેમ રાખો તે ઉત્તમ છે, અને તે પ્રેમ દરેક મહાન આત્માને સ્વાભાવિક ધર્મ છે. . . .
પિતે નિઃસ્પૃહ ભાવથી ટ્રસ્ટી તરીકે વર્તવું સંસાર દુ:ખમય . છે, અને જન્મ મરણના ચક્રમાં ફરતાં જીવને હકીક્તમાં સુખને લેશ પણ નથી જેમ ભમર વાડીમાં એક ફુલને ત્યાગ કરી બીજા ફલે બેસે છે, ત્યાંથી ત્રીજા ફુલ ઉપર બેસે છે; એમ જીવ અનેક ગતિમાં અથડાય છે, પણ સુખ મેળવી શકતો નથી; કારણ કે ખરૂં સુખ તે આત્મામાં રહેલું છે, પણ જેમ કસ્તુરી મૃગ પિતાની નાભિ-- માંથી નીકળતા કસ્તુરીના વાસથી, લેભાઈ કસ્તુરી મેળવવા આખા જંગલમાં ભમે છે, તેમ સુખ આત્મસ્વૈભાવમાં રહેલું છે, છતાં તે બાબતના જ્ઞાનના અભાવે અજ્ઞાની છવ બાë વસ્તુમાં સુખ શોધે છે. સંસારમાં બિલકુલ સુખસ્થી એમ ઓ કથનનો આશય નથી, પણ તે સુખ ઈન્દ્રજાળ જેવું છે, અને તે મળ્યા પછી પણ ખરી તૃપ્તિ.