Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૮૪ ]
ધર્મબિન્દુ સિક્ષમાં સૂક્ષ્મ તત્વની શોધમાં ઉતરવા અને વાસ્તવિકરીતે ગહન વિચાર કલ્પનાના ગુચવણભરેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા શક્તિમાન. છે, છેવટે મનુષ્યના મનથી, ન્યાયવુક્ત રીતે, કલ્પી શકાય તેવી કેપણ રીતથી જેને નિશ્રય થઈ શકે તેવા પ્રશ્નની હદને નિશ્ચય કરવા શક્તિમાન છે.
! વળી પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળાઓને, તેઓના પોતાના મતને ત્યાગ કરાવીને નહિ પણ અન્ય ધર્મો પણ ટકી શકે એવા છે અથવા તે તેઓ સત્યની અમુક બાજુ બતાવવા માટે જે કેટલાંક રૂપાંતર સહિત દર્શાવવી જરૂરી છે–તે બાજુને દર્શાવનારા છે, એમ સિદ્ધ કરી વિરૂદ્ધ ધર્મોની એકવાક્યતા સિદ્ધ કરવા માટે સ્યાદ્વાદ આશા આપે છે; અને સર્વમય તત્તવની પરસ્પર સંબધ ધરાવનારા ઐકયની વિવિધ અપેક્ષાઓમાં અખંડ સત્ય સમાયેલું છે એમ તે મત જણાવે છે.”
“સદ્દ અને અસદરૂપ વિરૂદ્ધ ધર્મો એક જ વખતે એક વસ્તુમાં હોઈ શકે નહિ, કારણ કે અનુભવપરથી જણાય છે કે એક વસ્તુ એક જ ક્ષણે ગરમ તેમજ ઠંડી હોઈ શકે નહિ” આ કારણે જૈન ધર્મ અમાન્ય છે એમ કઈ કહે તેમાં મોટી ભૂલ છે. કારણ કે એકજ વખતે વસ્તુ ગરમ અને ઠંડી હોઈ શકે એવું જેને શીખવતા નથી પણ તેઓ નિશ્ચયતાથી જણાવે છે કે કેઈપણ વસ્તુ તદ્દન ગરમ અથવા તદન થંડી હોઈ શકે નહિ, અમુક સંજોગોમાં તે ગરમ હોય છે અને અમુક બીજા સંજોગોમાં તે થંડી હોય છે. એક જ ક્ષણે એક વસ્તુમાં અસ્તિત્વ અને અસ્તિત્વ જૈને શીખવતા નથી, તેઓ શીખવે છે કે દરેક વસ્તુમાં તેને પિતાનો સદ્ભાવ છે અને બીજી વસ્તુઓને અસદ્ભાવ છે. આ ઉપરથી સમજાય છે કે વસ્તુ શું છે, અને વસ્તુ શું તે સમજવાથી તે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન મળી શકે.