Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૧૯૭
આપવાથી અંતરાય થાય છે. અને નીચી પદવીને યોગ્ય પુરૂષને ઉચી પદવી આપવાથી તે ઉભય ભ્રષ્ટ થાય છે. - ચતુતચૈતતિ છે
અર્થ : શ્રાવક ધર્મને વિષે અનુમતિ દોષ આવે.
ભાવાર્થ : જે મુનિ શ્રાવકના ધર્મને ઉપદેશ આપે, અને પ્રથમ યતિધર્મનો બાધ ન આપે, તો તેને અનુમોદનાને દેષ લાગે છે. કારણ કે શ્રાવક ધર્મમાં સાવદ્ય અને નિરવદ્ય બે પ્રકારના - વ્યાપારને અંશ રહેલો છે; માટે સાવદ્ય વ્યાપારમાં અનુમતિ આપવાને દેષ લાગે, અને સર્વ સાવ પાપ રહિત વ્યાપારના ત્યાગરૂપ પિતાના યતિધર્મના નિયમને પણ મલિનતા પ્રાપ્ત થવા સંભવ રહે છે, એજ કારણ માટે પ્રથમ મુનિ ધર્મને ઉપદેશ કરવો, અને તે જીવ જે ચતિ ધર્મ પાળવાને અસમર્થ જણાય તે, શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરવાનો ઉપદેશ આપ; આમ કરવાથી અનુમતિ દોષ ન લાગે.
अकथन उभयाफल आज्ञाभङ्ग इति ॥११॥
અર્થ_એ પ્રમાણે ન કહે તે બે ધર્મનું ફળ ન થાય, અને આજ્ઞા ભંગ થાય.
ભાવાર્થ : કઈ છવ ધર્મ ગ્રહણ કરવા આવ્યો તેને પ્રથમ યતિ ધર્મ સમજાવે, પણ જે તે યતિ ધર્મ પાળવા અસમર્થ જણાય અને તેને શ્રાવક ધર્મને ઉપદેશ ન કરે તે બન્નેને નાશ થાય, અને તેથી ભગવાનના શાસનની આજ્ઞાને ભંગ થાય, માટે ધર્મના અથી પ્રાણુઓને મુનિએ પ્રથમ યતિ ધર્મ અને પછી શ્રાવક ધર્મ સિમજવ, અને સમ્યક પ્રકારે સમજાવ્યા પછી ગૃહસ્થ પોતાની શિક્તિને વિચાર કરી જે યોગ્ય લાગે તે માગ ગ્રહણ કરે; પણ પાખંડ કરવું નહિ. માટે ધર્મ પાળવા અસમર્થ પુરૂષને શ્રાવક ધર્મ સમજાવો.