Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અ યાય–૨
[ ૧૮૩
જણાવેલા ગુણવાળાએ સર્વંગ માના ખાધ આપવા. સ વેગન લક્ષણ શાસ્ત્રમાં નીચે પ્રમાણે આપેલુ છે.
तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुके । साधौ सर्व ग्रन्थसंदर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १ ॥ હિં'સારહિત સત્ય ધમાં, રાગદ્વેષ મેહ રહિત દેવમાં, સ પ્રકારના પરિગ્રહ રહિત સાધુમાં જે નિશ્રળ અનુરાગ તે સવેગ’ કહેવાય. આવા દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ શુદ્ધ તત્ત્વના ઉપદેશ કરવા.
સ્યાદ્રાદશૈલી
અનેકાંત શૈલી કાને કહેવી ?
દરેક વસ્તુ અનેક ધર્મોવાળી છે, માટે આ આમજ છે. એમ નિશ્ચયતાથી કહેવાય નહિ. દ્રવ્યાર્થિ કનયની અપેક્ષાએ જીવ નિત્ય કહેવાય, અને પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અનિત્ય કહેવાય. તેજ રીતે નિશ્ચયથી આત્મા શરીરથી ભિન્ન છે, તાપણુ વ્યવહારમાં દેહથી અભિન્ન માનવામાં આવે છે.
કયી અપેક્ષાથી અમુક વયન કહેવુ છે તે લક્ષમાં રાખી, તે વચન સમજવામાં આવે તા સત્ય અને અનુકૂળ અર્થ સમાય છે, નહિ તા અને અનથ થવાને સભવ રહે છે.
એક માણસ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે, અને પેાતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, આ રીતે પિતા અને પુત્ર એ બન્ને ધ એક માણસમાં વટી શકે છે; પણ તેની અપેક્ષા ધ્યાનમાં રાખવાની જરૂર છે. સ્યાદ્વાદ એટલે કથ ચિતવાદ અથવા અનેકાંતવાદ કહેવાય. છે; માટે ઉપદેશકે તેમજ શ્વેતાએ આ સ્યાદ્ાદની બાબત લક્ષમાં રાખી જૈન ધર્મોના ગ્રન્થાને ઉપદેશ કરવા તેમજ સમજવા.
એક અમેરિકન લેખક સ્યાદ્બાઇ શૈલીની પ્રશંસા કરતાં જણાવે છે કે “જૈનને સ્યાદ્ાદ અથવા અનેકાંતવાદ માનસિકશાસ્ત્રના