Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
પ્રકરણ ૩ જું
ગૃહસ્થને વિશેષ ધર્મ. પ્રથમ અને બીજા અધ્યાયમાં ગૃહસ્થના સામાન્ય ધર્મનું વિવેચન કરવામાં આવ્યું; અને બાળજીવને ધર્મમાર્ગ સમુખ કેમ લાવવો તે પણ બહુજ સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે એવા ધર્મમાર્ગને શ્રવણ કર્યા પછી તેને ચારિત્ર-વર્તનરૂપ મૂકવા માટે ઉત્સુક થયેલા જીવને કયે માર્ગે દોર, અને શરૂઆતમાં કે આચાર તેણે પળ જોઈએ કે જેથી છેવટે મેક્ષ મગના અધિકારી થવ ય; એ વિષે કહે છે.
सद्धर्मश्रवणादेव नरो विगतकल्मषः । " જ્ઞાતતરવો મહાસર પામતઃ છે ?
धर्मापादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः ।
दृढ स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥ २ ॥ 1. અર્થ_એવા પ્રકારના સદ્ધર્મના શ્રવણથી પાપ રહિત થનાર, તત્વને જાણનાર, મહાસરવવંત અને ઉત્કૃષ્ટ સંવેગ (વૈરાગ્ય) ને ધારણ કરનાર જીવ, ધર્મને ઝડણ કરવા યોગ્ય જણને, અને ધમ તરફ ભાવથી ઈરછા કરીને, પોતાની શક્તિનો બરાબર વિચાર કરીને તે ધર્મ અંગીકાર કરવાને પ્રવતે છે.
ભાવાર્થ –વિશેષ ગૃહસ્થ ધર્મમાર્ગને વિષે કેણ અધિકારી છે? તેના પ્રત્યુત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, જેણે સદ્ધર્મ યથાર્થ રીતે