Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૩
[ ૧૯૩ ભાવાર્થ –જ્યારે તત્વને તત્વરુપે યથાર્થ જાણવામાં આવે છે, ત્યારે જે તે પ્રકારનું વર્તન કરવાની ખરી ઈચ્છા જાગૃત થાય છે; અને ત્યારે જ તે સફળ નીવડે છે, નહિંતો ભાવવિનાની ક્રિયા ઝાઝો લાભ આપી શકતી નથી. કહ્યું છે કે –
सस्यानीवोषरे क्षेत्रे निक्षिप्तानि कथंचन । न व्रतानि प्ररोहन्ति जीवे मिथ्यात्ववासिते ॥ १ ॥ . संयमा नियमाः सर्वे नाश्यन्तेनेन पावनाः । ક્ષયાનને શઝિન ૨
જેમ ખારી ભૂમિમાં વાવેલાં ધાન્ય કદાપિ ઉગતાં નથી, તેમ મિથ્યાત્વ વાસનાવાળા જીવને વિષે વ્રત નિયમના અંકુર ફુટતા નથી, એટલે વ્રત નિયમથી કર્મક્ષય રૂપ ફળ મળતું નથી. જેમ ફળવાળા વૃક્ષે કપાન્તકાળના અગ્નિથી નાશ પામે છે, તેમ પવિત્ર નિયમ અને સંયમ મિથ્યાત્વથી નાશ પામે છે.
ત્યારે મિથ્યાત્વને નાશ અને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ શી રીતે થઈ શકે તે જણાવે છે – जिनवचनश्रवणादेः कर्मक्षयोपशमादितः सम्यग्दर्शनमिति ॥६॥
અથઃ જિનવચનશ્ર વણથી તેમજ કર્મના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન ઉદ્ભવે છે.
ભાવથ : જિનવચન સાંભળી તેના પર શ્રદ્ધા થવાથી અથવા ભવસ્થિતિને પરિપાક થવાથી સ્વાભાવિક રીતે સમ્યગદર્શન 'ઉપન્ન થાય છે, અથવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મિથ્યાત્વ મોહનીયની ક્ષય અને ઉપશમથી તે ઉત્પન્ન થાય છે.
' સમ્યગ્દર્શનનું લક્ષણ આ પ્રમાણે છે. તે તત્વ ઉપર શ્રદ્ધા કરાવનારું મિથ્યાત્વ (અસદ) ને નાશ કરનારું. ખોટા કાગ્રહ - રતિ શુદ્ધ વસ્તુ જ્ઞાનને અનુસરનારૂ; આકરા કલેશને ક્ષય કરનારું,