Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય–૨
[ ૧૩૫
તે કાંટા તેના તાળવામાં ભેાંકાય છે અને તેને બહુજ દુ:ખ થાય છે. સંસારના વિષયે દુ:ખ િત છે એમ જાણવા છતાં માણસે તેની પાછળ દોડે છે, અને દુઃખ ભાગવે છે, પણ સારાં કાર્યો કરવા લલ ચાતા નથી કે જે કાથી સ્વર્ગ અને પર પરાએ મેાક્ષની પ્રાપ્તિ થાય. આ સર્વે અજ્ઞાનનું પરિણામ છે, અને અજ્ઞાન એજ માહ છે; માટે મેનુ આ સર્વ અનિષ્ટ ફળ છે, એવા પ્રતિખાધ આપી તેના ત્યાગ કરવાને સદુપદેશ આપવા.
तथा सद्ज्ञानप्रशंसनमिति ॥ २८ ॥ અર્થ : સદ્જ્ઞાનની પ્રશંસા કરવી.
ભાવાર્થ :--સમ્યગ્દાનની, તેમજ પાપની બીક રાખનારા સજ્ઞાનીએની પ્રશંસા કરવી; કારણ કે તેમ કરવાથી શ્રોતાવગ માં જ્ઞાન તથા જ્ઞાની પુરૂષો તરફ પૂજ્યભાવ થાય છે, અને તેવું જ્ઞાન મેળવવા ઈચ્છા થાય છે. સાન સશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે. અને સત્પ્રદ્ધા સકા ને પ્રેરે છે, માટે સદ્નાન મેળવવું.
જે જ્ઞાની છે તે ક્ષણવારમાં જ્ઞાનાગ્નિથી એક દળને વિખેરી નાંખે છે. જે સમાધિયુક્ત બુદ્ધિવાળા પંડિત પુરૂષા આંતરદૃષ્ટિવડે જોઈ શકે છે, તેને ઈન્દ્ર પોતાનાં હજાર યક્ષુવડે પણ જોવાને શક્તિમાન્ થતા ની, અને આખા જગત્ માત્રનાં નેત્રા ભેગાં કરી જોવામાં આવે તા પણ જોઈ શકાય નહિ.
દીપકને તે તેલ, પાત્ર વગેરે બાહ્ય સાધતની જરૂર છે. પણુ આત્મપ્રદીપ તા સ્વયમેવ અહર્નિશ પ્રકાશે છે. તે માટે જેનામાં આત્મપ્રદીપ પૂર્ણ કળાએ પ્રકાસ્યા છે તેવા માણસે સર્વત્ર પૂજ્ય છે; કારણ કે જેમણે એકવાર પણ આત્મસ્વરૂપ જાણ્યું તેમે ગમે તેવા શાક અથવા હર્ષોંના સમયમાં સમભાવ અને ચિત્તની સ્થિરતા જાળવી શકે છે; કારણ કે બહારની ઉપાધિ તે હું નથી એવા તેમને સદ્ધિર્વક ઉત્પન્ન થયે હાય છે.