Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૪૫
ભાવાથ:-કેવળ કષ કે કેવળ છેદથી, કે કેવળ બનેથી સુવર્ણની પરીક્ષા યથાર્થ થઈ શકતી નથી; માટે બુદ્ધિમાનોએ તે બે ઉપરજ આધાર રાખીને બેસી રહેવું નહિ, પણ તાપથી તેની પરીક્ષા કરવી; જે સેનું તાપને ન સહન કરી શકે, અને તેને રંગ બદલાઈ જાય, તેની બે પ્રકારની પ્રથમ કરેલી શુદ્ધિ પણ નકામી ગણાય; તેમ જે શ્રત ધર્મ તાપની કસોટી ન સહન કરી શકે, તે શ્રુત પ્રથમ બે કસોટીઓમાં શુદ્ધ જણાયે હેય, તોપણ પ્રમાણભૂત ગણાય નહિ; માત્ર તે નામને જ ધર્મ છે.
___ तच्छुद्धौ तत्साफल्यमिति ॥४१॥ અથ –તાપ શુદ્ધ થયે ષ અને છેદશુદ્ધિની સફળતા
માનવી.
ભાવાર્થજ્યારે સેનું તાપમાંથી શુદ્ધ નીકળ્યું ત્યારે પ્રથમ કરેલી કષ અને છેદની પરીક્ષા પણ ઉપયોગી ગણાય છે; કષ અને છેદનું લક્ષણ પ્રથમ આપણે વિચારી ગયા છીએ, તે પણ અત્રે ફરીથી તે સામાન્ય રીતે જણાવવું જરૂરનું છે.
પ્રથમ બંધાયેલા કર્મને નાશ કરનાર સૂત્રના અર્થનું ચિન્તન અભ્યાસ કરવો તે વિધિમાર્ગ અને નવાં કર્મ આવતાં રોકાય તે માટે હિંસાદિ ન કરવી તે નિષેધ માર્ગ, આ બે માર્ગરૂ૫ કષ કહેવાય છે.
આ વિધિ પ્રતિષેધ માર્ગનું પાલન કરવા જે બાહ્ય ક્રિયાઓ કહેવામાં આવેલી હેય, તે છેદ કહેવાય છે.
જે આત્માને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણામી માનીએ તેજ ઉપર કહેલી ક્રિયાનું સાર્થકપણું સિદ્ધ થઈ શકે, માટે આત્માને "કઈક અપેક્ષાએ અનિત્ય માનવો એ વગેરે તાપ શુદ્ધિ છે.
૧૦.