Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૪૮ ]
ધબિન્દુ
नातत्त्ववेदिवादः सम्यग्वाद इति ॥ ४४ ॥ અઃ—જે તત્ત્વને જાણનાર નથી તેના વાદ (ધર્મ) સમ્યગ્ ધર્મ કહી શકાય નહિ.
ભાવા:—જેણે તત્ત્વને પોતાના ચક્ષુએથી જોયેલું... હાય તે પુરૂષ જે ધમ નાં તત્ત્વા કહે, તે સત્ય માની શકાય; પણ જેણે જાતે તત્ત્વ જોયાં નથી, તેવા અજ્ઞાની પુરૂષ બાબત કહે તે યથા માની શકાય નહિ.
જન્મથી અંધ પુરૂષે ચિત્રેલી છખી દેખતા ચિતારાના જેવી. ન હાય, તેજ રીતે અધ જ્ઞાની પુરૂષોએ કહેલું વચન, જેમની અંત-દૃષ્ટિ ખીલેલી છે તેવા પુરૂષોએ કહેલા સત્ય વચન ઉપર જેવુ,. યથાર્થ ન હૈય; માટે જ્ઞાની પુરૂષાના વચન ઉપર વિશ્વાસ રાખવા, કારણ કે લેાકના લાભ ખાતરજ જેએ ધર્મના તત્ત્વાના ઉપદેશ કરે છે, તએ કદાપિ અસત્ય કહે નહિ.
પણ સમ્યગ્બાદ આ છે એ શી રીતે જણાય ? તેના ઉત્તરમાં કહે છે:—
बन्धमोक्षोपपत्तितस्तच्छुद्विरिति ॥ ४५ ॥ અર્થ :—અન્ય અને મેાક્ષની સિદ્ધિથી સમ્યવાદની. શુદ્ધિ માનવી.
ભાવાઃ—જે ધર્મમાં આત્મા બંધાય છે અને મુક્ત થાય છે. અને કેવા કારણેાથી તેનેા બધ થાય છે, અને કેવા કારણેાથી તે મુક્ત થઈ શકે છે, એ બાબતનું સંપૂર્ણ વર્ણન કરેલુ હેાય, તેને સમ્યગ્બાદ જાણવા. જેમ અગ્નિ અને લેાઢાના ગળાના પરસ્પર સબધ છે, એટલે તપાવેલા લેઢાના ગાળામાં અગ્નિ રહેલા છે, અને જેમ ક્ષીર અને નીર એક બીજા સાથે એકમેક થઈને રહેલા છે, તેમ જીવ અને ક્રમના સંબધ થયેલા છે.