Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૫૬ ]
ધર્મિન્દ
આપણે કોઈને મારવા હાથ ઉગામ્યા તે વખતે તેનામાં શાંતિના પર્યાય હતા તે બદલાઈ ગયા અને ક્રોધના પર્યાય વ્યાપી ગયા; હવે જો આત્માને કેવળ નિત્ય એકજ સ્વભાવી માનીએ, અને તે પરિણામ પામે છે, એમ ન સ્વીકારીએ તા આમ બનવું અશકય થાય, પણ મ બને છે તે તા આપણે જોઈએ છીએ, માટે આત્માને પરણાની માનવા, અને આત્માને પરિણામી માન્યા એટલે તેમાં હિંસા વગેરે ઘટી શકશે. કહ્યું છે કે :—
तत्पर्यायविनाशो दुःखोत्पादस्तथा च संक्लेशः । एष वधो जिनभणितो वर्जयितव्यः प्रयत्नतः ॥
આત્માના પર્યાયને વિનાશ કરવા, આત્માને દુઃખ ઉત્પન્ન કરવું, અને કલેશ કરવા, તે સને જિતેશ્વર ભગવાને હિંસા કહેલી છે, માટે તેના પ્રયત્નથી ત્યાગ કરવા. ત્યારે આત્માને શુ' અનિત્ય માનવા ? ના. કેવળ અનિત્ય માનવામાં પણ દોષ આવે છે. તે કહે છે ઃतथा अनित्ये चापराहिंसनेनेति ॥ ५६ ॥ અર્થ:—કેવળ અનિત્ય માનીએ તે ખીજાથી હિ'સા થઈ શકે નહિ એમ સિદ્ધ થાય છે.
ભાવા—આત્માના પર્યાય બદલાય છે. છતાં દ્રવ્ય રૂપે તે એકજ રહે છે, આ મુખ્ય સિદ્ધાંત છે, હવે આત્માને નિત્યજ માનીએ તે શું દૂષણ આવે તે આપણે વિચારી ગયા, પણ કાઈ કહેશે કે ત્યારે દેશળ અનિત્ય છે. તે ક્ષણે ક્ષણે નાશ પામે છે, માટે ક્ષણુભંગુર કહેવાય. માટે તે પેાતાની મેળેજ ક્ષણે ક્ષણે મરે છે તા પછી તેને મારનાર કાણુ ? અને મારી નાંખવાની વસ્તુ કયાં રહી ?
એક પાધિએ હરણને મારવાના વિચાર કર્યા પણ બીજીજ ક્ષણે તે હરણુ નાશ પામ્યું તે પછી મરવાનું શું રહ્યું, અને તે પારિધ પણ અનિત્ય હાવાથી બીજીજ ક્ષણે બદલાઈ ગયે। તા પછી મારનાર