Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૧૭
* ઈરછા રોધાન તપ ભલે." એ શાસ્ત્ર વાક્ય પણ યાદ રાખવું જોઈએ. આ રીતે બાહ્ય તપથી શરીર અને ઈન્દ્રિય મનને સ્વાધીન થશે. પણ તેટલાથી સર્વ કાર્યો સરે નહિ. જેમ મન શરીરનો રાજા છે, તેમ આત્મા મનને રાજા છે; માટે આત્મશક્તિથી મનને વશ કરવા પ્રયત્ન કરે. મનને વશ કરવા બે માર્ગ છે. એક અભ્યાસ અને બીજે વૈરાગ્ય. આ બે સાધનથી તે કેવી રીતે વશ થઈ શકે તે જોઈએ. માણસનું મન બહુજ ચંચળ, અસ્થિર, અને વેગવાળું છે. પતાકાના પટ જેવું, કુંજરના કાન જેવું, અને શરદ ઋતુના વાદળ જેવું અસ્થિર છે, ક્ષણે ક્ષણે વિચારને ફેરફાર થાય છે. તેવા મનને વશ રાખવું એ કામ દુર્ઘટ છે, પણ અભ્યાસ પાડી પ્રથમ એક વસ્તુ તરફ દેરવવું જોઈએ. વારંવાર મન નાશી જશે, પણ જે વિચાર ઉપર આપણે મનને સ્થિર કરવા ધાર્યું હોય તે સિવાયના અન્ય વિચારને કાઢી મુકવા ટેવ પાડે. ધીમે ધીમે બહુજ ધીમે ધીમે, આમ અભ્યાસ કરવાથી મન એકાગ્ર થશે, અને આત્મસત્તા કબૂલ કરશે.
જ્યાં સુધી મનુષ્યને સદ્અસનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી તે સની આશાથી અસતરફ ઘણુ વાર દોડે છે. પણ પાછળથી જણાય છે કે જે વસ્તુઓમાં તે સુખની આશા રાખતો હતો તે કેવળ સુખ નથી, પણ તે દુ:ખ ગર્ભિત છે.
તે મનુષ્ય આવી રીતે જ્ઞાન મેળવીને, તે વસ્તુને દુઃખ ગર્ભિત સમજીને, તે વસ્તુ પ્રતિ વિરકત થાય છે. ઘણું ઘણું વસ્તુઓના સંબંધમાં તે આવે છે, અને તેમાં સુખ મેળવવા જાય છે, પણ તેને જણાય છે કે બહારથી સુખરૂપ જણાતી વસ્તુઓ દુઃખ મિશ્રિત છે.
આ રીતે જ્યારે વિનાશી વસ્તુઓ તરફ વૈરાગ્ય થાય છે ત્યારે તેનું મન તે વસ્તુઓ તરફ દેડકું અટકે છે, વસ્તુની ખરી કિંમત તે સમજે છે. સદ્ અને અસદ્ અથવા નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચે