Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૧૯ ૧. મનગુપ્તિ–મનમાં ઉત્પન્ન થતાં વિચાર–તરંગોને રોકવા, અને મનને શાંત બનાવવું અને સંયમમાં લાવવું તે મનગુપ્તિ કહેવાય છે. પ્રથમ મનને શુભ અધ્યવસાયમાં રોકવું અને ધીમે ધીમે તેને એકાગ્ર બનાવી વશ કરવું તે મનગુપ્તિ.
૨. વચનગુપ્તિ મનુષ્ય પોતાનાં વચને ઉપર પૂર્ણનિગ્રહ રાખવો જોઈએ. ઘણાં મનુષ્યો મનના પ્રબળ આવેગમાં ગમે તેવું બોલી જાય છે. પાછળથી પસ્તાય છે, પણ “થયું ન થયું” થતું નથી, માટે વચન ઉપર કાબૂ રાખવો અને કઈ પણ શબ્દને મુખમાંથી ઉચ્ચાર થાય તે પહેલાં બોલેલા વચનનું શું પરિણામ આવશે તેને સમજુ માણસે વિચાર કરવો, અને જરૂર કરતાં વિશેષ બોલવું નહિ.
૩. કાયગુપ્તિ-શરીરને અશુભ વ્યાપારમાં જતાં રોકવું અને ઈન્દ્રિયોને નિગ્રહમાં રાખવી.
આ આઠને શાસ્ત્રમાં પ્રવચન માતા કહેલ છે. જેમ માતા પિતાના બાળકનું રક્ષણ કરે છે તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્રનું રક્ષણ કરે છે.
વીર્યાચાર વય એટલે આત્મશક્તિ. જે મનુષ્યને આત્મશક્તિમાં વિશ્વાસ નથી તે ધર્મના ઉચ્ચ પથીયાપર ચડવાને લાયક નથી. આત્માના પ્રદેશ પ્રદેશે અનંતી કર્મ વર્ગણાઓ લાગેલી છે. આવો શાસ્ત્રબોધ સાંભળી ઘણું મનુષ્ય નાસીપાસ થાય છે. આટલી બધી કર્મવર્ગણાઓ છે અને નવાં કર્મ ક્ષણે ક્ષણે ઉપાર્જન કરવામાં આવે છે તે પછી સર્વ કર્મનો અંત શી રીતે આવશે ? આ વિચાર ઘણા માણસોને નિર્બળ અને કાયર બનાવે છે. પણ તે સાથે શાસ્ત્ર જણાવે છે કે આત્માને એક પ્રદેશ અનંતી કર્મ વર્મણાઓને એક ક્ષણમાં નાશ કરવા સમર્થ છે. તે બાબત પણ વિસરવી જોઈએ નહિ, સુર્ય પિતાને તેજસ્વી સ્વરૂપે પ્રકાશે છે ત્યારે ગમે તેવા ભારે વાદળના સમૂહને