Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૨૦ ]
ધર્મબિન્દુ જોતજોતામાં વિખેરી નાખે છે, તેમજ આત્મા જ્ઞાનદર્શન અને ચારિત્રના પોતાના શુદ્ધ સ્વભાવમાં વિચારે છે ત્યારે તેની શક્તિ એટલી જાગ્રત થાય છે કે એક સમયમાં સકળ કર્મ ફળને નાશ કરે છે. કહ્યું છે કે –
अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ।। १ ।।
અહે ! સકળ વિશ્વને પ્રકાશ કરનાર આત્મા અનંત વીર્ય (શક્તિ) વાળો છે. અને ખ્યાનશકિતના પ્રભાવથી ત્રણ જગતને ચલાવી શકે છે. માટે તે શકિત ઉપર વિશ્વાસ રાખી વર્તવું. ગમે તેવાં ભારે સંકટ સહન કરવો પડે, ગમે તેવા વિકટ પ્રસંગે અનુભવવા પડે તે પણ આત્મવિશ્વાસને કદાપિ ત્યાગ કરવો નહિ.
- તમારી અંદર રહેલા આત્માની ઉન્નતિની છેવટની સફળતામાં વિશ્વાસ રાખે, કારણ કે છેવટે તેને કોઈપણ વિનરૂપ થવાનું નથી. ભલે ક્ષણવાર મોહરાજ, તથા દુનિકાના જુદા જુદા વિષયે રૂપ મોહરાજાના સુભટ આત્માને પિતાની જાળમાં ફસાવે, પણ છેવટે સિંહરૂપ આત્મા જે પોતાનું ખરું ભાન ભૂલીને પોતાને હાલમાં બકરે ગણે છે, તે જયારે પિતાનું ખરૂં સિંહસ્વરૂપ બતાવશે, ત્યારે સર્વ બંધન પિતાની મેળે તૂટી જશે. માટે આત્માની અનંત શક્તિ જે દરેકમાં ગુપ્ત રહેલી છે તેમાં દઢ વિશ્વાસ રાખ, અને પિતાનું આત્મવાર્ય ફેરવીને જ્ઞાનાચારના આઠ ભેદ, દર્શનાચારના આઠભેદ, ચારિત્રાચારના આઠભેદ અને તપાચારના બાર ભેદ એ રીતે છત્રીસ ભેદો અંગીકાર કરવા, અને તેમનું યથાર્થ પાલન કરવું તેનું નામ વીર્યાચાર કહેવાય છે.
જે શક્તિ હેવા છતાં તેને સત્કાર્યમાં ઉપયોગ કરતા નથી, તેને તેવી શકિત ફરીથી મળવી મુશ્કેલ છે. માટે શુભ કાર્યમાં પોતાનું આત્મવીય તેમજ શરીરબળ વાપરવું એજ ઉતમ છે. એક સ્થળે