Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૧૮ ]
ધર્મબિન્દુ
વિવેક કરતાં શીખે છે. વિવેક અને વૈરાગ્ય રૂપ એ ગુણ્ણા જ્યારે આ રીતે આત્મામાં ખીલે છે. ત્યારે મનઃસ ́યમ અથવા શમ સ્વાભાવિક રીતે આવે છે. તેનું મન બહારની વસ્તુઓ તરફ દાડતું બંધ થવાથી અંતમુ ખ વળે છે. અને આત્મા તરફ આકર્ષાઈ તેની સાથે એકાગ્ર થાય છે. વસ્તુઓ પ્રતિ વૈરાગ્ય હોવાને કારણે તે મળે તે તેને સુખ થતું નથી, તેમ તે ન મળે તો તેને દુઃખ થતું નથી. આ રીતે સુખ દુ:ખતી વાંછા વિનાનું મન શાંત અને નિશ્ચળ થાય છે. જયારે મન લેાલ વિનાના સરાવરની માફક શાંત અને નિશ્ચળ થાય છે. ત્યારે આત્મજ્ઞાનરૂપ જયોતિનાં કિરણા માસિક સરાવરને પ્રકાશિત કરે છે, અને અંતરાત્મા તે પરમાત્મા બને છે,
આ સ્થિતિ એકદમ પ્રાપ્ત થઈ શકે તેમ નથી પણ માણસ પ્રયત્ન કરે તા તેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે. આવી રીતે બાથ તપથી શરીર તથા ઈન્દ્રિયાને, અને અભ્યંતર તપથી મનને સયમમાં લાવવા પ્રયત્ન કરવા તેને તપાચાર કહે છે.
ચારિત્રાચાર
ચારિત્રચારના આઠ ભેદ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ૧. ઇર્યાસમિતિ-રસ્તામાં જતાં આવતાં કાઈ પણ જીવતા વિધાત ન થાય તે હેતુથી યતનાપૂર્ણાંક 'સરી પ્રમાણુ દૃષ્ટિથી ચાલવુ તે, ૨. ભાષા સમિતિ-કાઈ પણ જીવના દ્રવ્ય અથવા ભાવ પ્રાણના આપણા વચનથી વિદ્યાત ન થાય તેવી રીતે સત્ય વચન ખેલવું તે. ૩. એષણા સમિતિ-ખેતાલીશ દેષ રહિત આહારાદિની ગવેષણા (શેાધ) કરવી તે
૪. આદાન નિશ્ચેષણ સમિતિ-બેસતાં ઉઠતાં, લેતાં તે મુક્તાં પુજવા પ્રમા વાના ઉપયાગ રાખવા તે.
૫. પારિષ્ઠાનિકા સમિતિ-મળમૂત્રાદિને પરવતાં શુદ્ધ ભૂમિ જોવાનો ઉપયોગ રાખવા તે.