Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૨૫
तथा सुकुलागमनोक्तिरिति ॥ १७॥ અર્થ : સારા કુળમાં જન્મ થાય એમ કહેવુ. ભાવા:-દેવતાના સ્થાનથી ચીને તે જીવ સારા દેશમાં, કલંક રહિત, સારા આચારણવાળા, અને ઘણીજ ખ્યાતિવાળા કુળમાં ઉત્પન્ન થાય છે; અનેક મનારથ જે જન્મમાં પૂર્ણ થાય તેવા જન્મ મળે છે. આ સર્વાંનું કારણ પ્રથમના ભવમાં સેવેલે ધમ છે, એમ. જણાવી બાળજીવાને ધર્મ માગે વાળવા.
तथा कल्याणपरंपराख्यानमिति ॥ १८ ॥
અર્થ : તેવા માણસને કલ્યાણની પરંપરા થાય છે. તેમ કહેવું.
ભાવા:–ઉપરના સૂત્રમાં કહ્યું કે જે દેવ લેાકમાં ચ્યવે છે તે ઉત્તમ કુળમાં જન્મ પામી તથા સુંદર રૂપ લક્ષઙ્ગાવાળા થાય છે. અને શરીરે નીરાગી હોય છે, તેની બધી ઈન્દ્રિયા સંપૂર્ણ શકિત્તવાળી હેાય છે. સં માણસાને પ્રિય હોય છે. જ્યાં જાય છે ત્યાં સન્માન પામે છે. આ સર્વ ધર્માંના સેવનથી મળે છે. એમ ઉપદેશ. આપવા.
तथा असदाचारगर्हेति ॥ १९ ॥
અર્થ : અસદ્ આચારની નિંદા કરવી.
ભાવાર્થ:“જે આચાર અશુભ છે જે આપણી ઉન્નતિમાં વિઘ્નરૂપ છે. અને જેની શિષ્યપુરૂષો નિન્દા કરે છે, તે અસદાચાર જાણવા. તે દશ પ્રકારના છે, કહ્યું છે કે
हिंसानृतादयः पञ्च तत्वाश्रद्धानमेव च ।
क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः || હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ, તત્ત્વમાં