Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૮૭ ભાવાર્થ :-ગૃહસ્થ બુદ્ધિશાળી થવું. જે માણસની બુદ્ધિ ખીલેલી નથી તે સર્વે ઠેકાણે હેરાન થાય છે. માટે બુદ્ધિને ખીલવવી. બુદ્ધિનાં આઠ અંગ શાસ્ત્રમાં કહેલા છે, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉંહ, અહિ અને તત્ત્વભિનિવેશ, હવે આપણે તે આઠનાં લક્ષણે વિચારીએ.
(૧) સાંભળવાની ઇચ્છા તે શુશ્રષા. (૨) સાંભળવું તે શ્રવણ. (૩) સાંભળેલી વસ્તુને અર્થ સમજીને અંગીકાર કરવો તે ગ્રહણ. (૪) તે યાદ રાખવો તે ધારણ. (૫) મેહ, સંદેહ અને વિપરીતતા રહિત નિશ્ચય જ્ઞાન તે વિજ્ઞાન.
(૬) આ પ્રકારે અમુક બાબતનું ચોક્કસ જ્ઞાન મેળવીને બીજા પદાર્થમાં તે બાબતને વ્યાપ્ત જ્ઞાન સહિત તર્ક કરવો તે ઉહ, એટલે જેમ ઘરને વિષે રસોડામાંથી નીકળતે ધુમાડે જે તે ઉપરથી
જ્યાં ધુમાડે હેય ત્યાં અગ્નિ હોવો જોઈએ એવું નિશ્ચય જ્ઞાન થયું તેને ન્યાયશાસ્ત્રના રચનારા વ્યાપ્તિજ્ઞાન કહે છે. પછી પર્વતમાં ધુમાડે દેખી ત્યાં પણ અનિ હશે એવો તર્ક (વિચાર) થાય. તેમ ધર્મ સંબંધી કાર્યમાં પણ કઈ જીવની હિંસા કરવાથી પાપ થાય છે, એ પ્રથમથી નિશ્ચય કરેલ હોય તે પછી કઈ જીવને દુઃખ આપવાથી પાપ લાગે એ વિતર્ક થાય તેનું નામ ઉહ કહેવાય.
(૭) આગમ તથા યુતિ વડે હિંસામાં દોષ છે એમ ખાત્રી કરવી તેનું નામ અહિ. સામાન્ય જ્ઞાનને ઉહ અને વિશેષ જ્ઞાનને અપહ કહેવાય છે. A (૮) આ એમજ છે, એવા પ્રકારને જે પૂર્વાપર અવિરોધી નિશ્ચય તેને તત્વજ્ઞાન કહેવાય છે.
આવી રીતે દરેક વસ્તુનું યથાર્થ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. તેવા જ્ઞાનવાળો ખાતરીથી પિતાને અભિપ્રાય જણાવી શકે છે, અને બીજા મનુષ્યોને પણ પિતાના શુદ્ધ માર્ગે દોરી શકે છે. કહ્યું છે કે