Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૦૨ ]
ધમબદુ વસ્તુઓ અને ભાવના જાણનારા મહાપુરૂષે જગતમાં વિદ્યમાન હોય ત્યારે તે તેમનું વચન એજ શાસ્ત્ર ગણવામાં આવે, તેવા સમયે પુસ્તકમાં લખેલા વચનની ગરજ રહે નહિ. તેવા જ્ઞાનીઓ આ ક્ષેત્રમાં નહિ તે બીજા ક્ષેત્રમાં પણ આ વિશ્વમાં સદા હોય છે, પણ તેમને મળવા યોગ્ય અધિકારીઓ ભાગ્યેજ હોય છે. માટે તેવા તીર્થકરે અથવા તેમની પાસેથી જ્ઞાન મેળવી શકે તેવા અધિકારીઓના વિરહના સમયમાં તેમણે ઉપદેશેલાં વચને જે શાસ્ત્રમાં લખાયાં હેય તે શાસ્ત્ર માણસોને આધારભૂત છે, માટે તેવાં શાસ્ત્રોને. અનન્ય ભક્તિથી, અને શુદ્ધ ચિત્તથી અભ્યાસ કરવો, અને બીજા મનુષ્યોને તેમને અભ્યાસ કરવા પ્રેરણા કરવી.
तथा प्रयोग आक्षेपण्या इति. ॥१०॥ અર્થ –આક્ષેપણ કથાનો પ્રયોગ કર.
ભાવાર્થ –જે કથાથી જીવોના મન ઈન્દ્રિયોના વિષયથી, મેહના વિકારોથી વિમુખ થઈ તત્વ તરફ વળે તેવી કથાને આક્ષેપણું કથા કહે છે.
આક્ષેપણ કથા ચાર પ્રકારની છે. (૧) આચાર કથા (૨) વ્યવહાર કથા, (૩) પ્રજ્ઞપ્તિ કથા, (૪) દષ્ટિવાદ કથા.
૧. લોચ કર, કર દોષ રહિત આહાર ગ્રહણ કરે, ઈત્યાદિ સાધુની કિયાઓ તે આચાર કહેવાય છે.
૨. પ્રાપ્ત થયેલા દેવનું નિવારણ કરવા પ્રાયશ્ચિત લેવું, તે વ્યવહાર કહેવાય.
૩. સંશયવાળા પુરૂષોને મધુર વચનથી અને યુકિતપૂર્વક જ્ઞાન કરાવવું, તે પ્રજ્ઞપિત કહેવાય.
૪. શ્રોતાની અપેક્ષાએ સૂક્ષ્મ જીવાદિભાવ કહેવા, તે દષ્ટિવાદ કહેવાય.