Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૧૨ ]
ધમબિન્દુ સ્વામીના સગપણ સમે, અવર ને સગપણ કેય; ભક્તિ કરો સ્વામી તણી, સમકિત નિર્મળ હેય.
માટે સ્વધર્મ બંધુઓને યથાશક્તિ મદદ આપવી, એ પિતા-- નેજ મદદ કર્યા બરોબર છે. સ્વધર્મ બંધુઓ વડે ધર્મ છે, માટે. તેમને સહાય આપી ઉચ્ચ માર્ગે ચડાવવાથી ધર્મ પણ ઉચ્ચ ભાવને પામશે.
(૮) પ્રભાવના એ દર્શનાચારને આઠમે ભેદ છે, જેથી ધર્મની ખ્યાતિ થાય તેવાં કામ કરવા તેનું નામ પ્રભાવના.
હાલમાં તે જ્યારે વ્યાખ્યાન પુરૂ થાય ત્યારે પતાસાં, વગેરની. લહાણ કરવાની ક્રિયાને પ્રભાવના કહેવામાં આવે છે; આ રીત પણ ઠીક છે, પણ ખરી પ્રભાવના તો ત્યારેજ થઈ કહેવાય કે જ્યારે ધર્મ પાળનારા પિતાના પરોપકારી કૃત્યથી જન સેવાથી, તથા ધર્મના સિદ્ધાન્ત પ્રમાણે ન્યાય નીતિસર વતી બીજા ઉપર સારી છાપ પાડે, જ્યાં સુધી બીજાઓમાં આપણું વિષે હલકે અભિપ્રાય બંધાય, એવાં કૃત્ય આપણે કરીએ ત્યાં સુધી ધર્મનાં ઉચ્ચ તની છાપ આપણે બીજાપર કદાપિ પાડી શકીશું નહિ. માટે પિતાના વર્તનથી ધર્મની પ્રભાવના કરવી એ ઉચ્ચ કર્તવ્ય છે.
આ રીતે આઠ નિયમે ધ્યાનમાં રાખી વર્તવાથી ધર્મમાં અવિચળ શ્રદ્ધા રહે છે, સ્વધર્મી બંધુઓનું કલ્યાણ થાય છે. અને આપણા ધર્મનાં તત્વોની સારી અસર બીજા ઉપર પાડવા આપણે સમર્થ થઈએ છીએ.
પાછળથી જણાવેલા ચાર ભેદ ગુણને આશ્રયને છે ગુણ-- ગુણિમાં જરા ભેદ છે, એમ દર્શાવવા આ ક્રમ લીધો છે. જે ભેદ કબૂલ ન કરીએ તો ગુણને નાશ થવાથી ગુણીને પણ નાશ થાય, અને પરિણામ શૂન્ય આવે, માટે દર્શાનાચાર શુદ્ધિને અર્થે શ્રાવકેએ. ઉપર જણાવેલા ગુણે ગ્રહણ કરવા.