Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૧૦ ]
ધ મંબિન્દુ પ્રવર્તવું જોઈએ તેવી રીતે પ્રવર્તી શકતા નથી. અને તેથી તેનું યથાર્થ ફળ પણ મેળવી શકો નથી. માટે તેવી બેટી બ્રાતિને ત્યાગ કરી આત્મ શક્તિમાં તેમજ કાર્ય-કારણના નિયમમાં વિશ્વાસ રાખવો તેનું નામ બ્રાતિરહિતપણું સમજવું. બરાબર સાધને મળ્યા એટલે સાધ્ય વસ્તુ પ્રાપ્ત થવાની જ; માટે યોગ્ય સાધનનું જ્ઞાન મેળવી, તે પ્રમાણે વર્તવું, એટલે રવયમેવ પરિણામ મળશે.
(૪) અજ્ઞાન કષ્ટ કરનારને તપ, વિદ્યા, ચમત્કાર અને - અતિશય જોઈ જેની સમ્યફ જ્ઞાનરૂપી દષ્ટિ ન ચડે તે અમૂઢ દૃષ્ટિ કહેવાય. એ દર્શનાચારને એ પ્રકાર સમજવો. '
સત્ય સ્વરૂપ સમજ્યા વિના, વેગના પ્રથમ બે પગથીયા (યમ અને નિયમ) તેને પ્રાપ્ત કર્યા સિવાય, પ્રાણાયામ આદિ બાહ્ય ક્રિયાથી કઈ શરીરના પ્રાણને નિધી શકે. અથવા શરીરને કાઝવત બનાવે અથવા આકાશમાં ઉડી શકે, તે તેવા બાહ્ય શારીરિક ખેલેથી લભાઈ જવું જોઈએ નહિ. તે એક પ્રકારને હઠ યુગ છે. સઘળા હઠ યોગી આત્મજ્ઞાની હેતા નથી, રાજયોગને માર્ગ તેથી જુદાજ પ્રકારનો છે; તેમાં આત્માની શક્તિથી શરીર, વાસનાઓ અને મનને વશ કરવામાં આવે છે, અને તેથી આત્મશક્તિ સ્વયં પ્રકાશી ઉઠે છે. માટે રાજયોગ અને હઠયોગનો ભેદ સમજવો. જેઓ રાજયોગના માગે અંત સુધી પહોંચેલા હેય છે, તેઓની સર્વ શક્તિઓ ખીલેલી હોય છે, એ નિર્વિવાદ સત્ય છે; પણ જેઓની શક્તિઓ ખીલેલી હોય છે, તેઓ આત્મજ્ઞાની હોય યા ન પણ હાય માટે બાહ્ય ચમત્કારથી નહિ લેભાતાં તે કેવા તને ઉપદેશ કરે છે, તે તને બુદ્ધિગમ્ય છે કે નહિ તે ઉપર ખાસ લક્ષ આપવું કે જેથી ચમત્કારને લીધે અજ્ઞાનના ફાંસામાં ફસાઈએ નહિ.
ઉપર જણાવેલા ચાર દર્શનાચાર ગુણીને આશ્રયિને કહેલા છે. હવે બાકીના ચાર જે ગુણને આશ્રય રહેલા છે તે કહેવામાં આવે છે.