Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
| [ ૧૧૧ (૫) ઉપબુંહણ એ દર્શનાચારને પાંચમે ભેદ છે.
સમાન ધર્મવાળા પુરૂષોમાં જે ગુણ હોય તે ગુણની પ્રશંસા કરવી. તેનું નામ ઉપબુંહણ અથવા વૃદ્ધિ કહેવાય. ગુણની પ્રશંસા કરવાથી તે કરનાર ગુણાનુરાગી બને છે, અને જેના ગુણની પ્રશંસા થઈ હોય તે, તે ગુણ વધારવા ઉત્સાહી થાય છે, અને બીજાઓ તેને દાખલે લઈ તેવો ગુણ મેળવવા પ્રેરાય છે, માટે ગુણના ગુણની સર્વથા પ્રશંસા કરવી. . (૬) ધર્મમાર્ગથી પતિત થતા જીવોને ધર્મમાં સ્થિર કરવા તેનું નામ સ્થિરીકરણ જાણવું. એકવાર માણસને ધમ ઉપર શ્રદ્ધા હેય. અને તદનુસાર વર્તતા પણ હોય, પણ મોહ રાજાના સુભટે તેને એવો ઘેરી લે કે તે માણસ ધર્મ બાજુએ મૂકી પામર માણસની જેમ સંસાર વ્યવહારની ખટપટમાં મંડજ રહે ઉચ્ચ બાબતો વિચારે તેના મનમાં ન આવી શકે, અને તેનું જીવન કેવળ પ્રાપંચિક બને, તો તેવા સમયમાં તેનું મન ઉચ્ચ વિચારો તરફ દોરવું એ ધર્મમાં આગળ વધેલા પુરૂષોનું પ્રથમ કર્તવ્ય છે; તેમજ તેને કોઈ બાબતની સમજણ ન પડતી હોય, શંકા હોય, તે તે શંકાઓ દૂર કરી તેને ધર્મ માગમાં સ્થિર રાખો.
(૭) પિતાના ધર્મબંધુઓને પિતાની શક્તિ પ્રમાણે સહાય આપવી તે સામીવચ્છલ (સ્વધર્મી વાત્સલ્ય) કહેવાય છે. પિતાના સધર્મબંધુઓને જમાડવા એવા સંકુચિત અર્થમાં સામીવરાછલ શબ્દ હાલ વપરાવા લાગે છે, જો કે તે પણ તેને એક ભાગ છે. પણ આ શબ્દને ખરે અર્થ વિચારીએ તે જેથી પોતાના સમાન ધમ. એનું કલ્યાણ થાય તેવી મદદ તન, મન અને ધનથી આપવી તેનું નામ સ્વામીવાત્સલ્ય સમજવું. દુનિયાના બીજા સંબંધો ક્ષણિક છે, પણ સરખા ધર્મવાળાને સંબંધ તે આ ભવ તથા પરભવ તુટતેજ નથી. કહ્યું છે કે