Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૧૦૮ ]
ધર્મબિન્દુ
बालस्त्रीमंदमूर्खाणां नृणां चारित्रकांक्षिणाम् । અનુરાઈ તત્વ સિદ્ધાન્ત પ્રાતઃ કૃતઃ || ૬ |
ચારિત્રની ઈચ્છા કરનાર, બાળ, સ્ત્રી, મંદબુદ્ધિ અને મૂખ માણસના ઉપર કૃપા કરવા તત્વ જાણનાર પુરૂષોએ સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં રચેલા છે.
આ બાબત કલ્પિત પણ નથી, કારણ કે પ્રત્યક્ષ, અનુમાન, તથા આગમ પ્રમાણથી તેને બાધ આવતો નથી. માટે શાસ્ત્રમાં શંકા - ન કરે તે દર્શનાચારને પ્રથમ વિભાગ શંકારહિતપણું જાણવું. શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ કાર્યને ઉત્સાહ આપે છે, અને શુદ્ધ કાર્ય પરંપરાએ મોક્ષરૂપ ફળ આપે છે. માટે શાસ્ત્ર વિચારતાં જે જે શંકાઓ - હૃદયમાં ઉઠતી હોય, તેને તેના જાણકાર યોગ્ય ગુરૂ પાસે ખુલાસો મેળવી શંકા રહિત થઈ શુદ્ધ પ્રવૃત્તિ કરવી.
૨. દર્શનાચારનો બીજો ભેદ કાંક્ષારહિતપણું. તેના પણ બે પ્રકાર છે (૧) દેશ કાંક્ષા, (૨) સર્વ કક્ષા. સાંખ્ય વગેરે દર્શનમાંથી કોઈ એક દર્શનની કાંક્ષા કરે, એટલે તે દર્શન અંગીકાર કરવા
છા કરે તે દેશ કક્ષા અને સર્વ મતને સારા જાણ સર્વને ગ્રહણ કરવા ઈચ્છે તે સર્વ કાંક્ષા.
આવી દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી લાભ નથી, કારણ કે અન્ય શાસ્ત્રોમાં કહેલી સવસ્તુ ગ્રહણ કરવા જતાં તેની સાથે રહેલી અસદ્ વસ્તુ પણ ગ્રહણ કરવા તે લલચાય છે. આ સર્વ અથવા દેશ કક્ષારહિતપણું તે દર્શનાચારને બીજો પ્રકાર સમજવો.
આ ઉપરથી એમ ન સમજવું કે અન્ય ધર્મ સર્વે ખોટા છે; કારણ કે અપેક્ષાએ અને અંશે સત્ય તે સર્વ
. १ मूढइतिपाठान्तरम्. २ स्मृतःइतिपाठान्तरम्.