Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૦૭ ૧. શંકારહિતપણું. શંકા બે પ્રકારની છે, ૧ દેશ શંકા, ૨ સર્વશંકા. ધર્મના અમુક સિદ્ધાન્ત બાબતની શંકા તે દેશશકા, અને ધર્મનાં સર્વતવો બાબતની શંકા તે સવશંકા દેવનું સ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું છે તેવું હશે કે કેમ તે બાબત શંકા કરવી તે દેશ–શંકા.
શંકા કરનારે જાણવું જોઈએ કે કેટલાક પદાર્થો હેતુગ્રાહ્ય છે, અને કેટલાક પદાર્થ અહેતુગ્રાહ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેટલાકના હેતુ-કારણો આપીને સમજાવી શકાય, અને કેટલાક એવા પદાર્થો છે કે જેના હેતુઓ આપણી સામાન્ય બુદ્ધિથી સમજાય નહિ. જેઓ સર્વજ્ઞ છે તેમને લક્ષમાં તે હેતુઓ આવી શકે. સવરે કહેલા અન્ય પદાર્થો આપણને સત્ય લાગે છે, તે આ પણ સત્ય હશે, માટે આવી બાબતોમાં જે પદાર્થો પિતાની બુદ્ધિ કબુલ કરે તે ગ્રહણ કરવા અને જે બુદ્ધિ ગ્રાહ્ય ન લાગે તેને તિરસ્કાર ન કરતાં તેમને એક બાજુ રાખી, અને વિચાર કરો કે જ્યારે વધારે જ્ઞાન થશે.. ત્યારે સ્વયમેવ તે તત્વો સમજાશે. માટે આવી બાબતોમાં મધ્યસ્થ વૃત્તિ રાખવી. પણ તે માટે ચર્ચામાં સમય નિરર્થક ગુમાવવો નહિ. કારણ કે વાદવિવાદથી આવી બાબતો સિદ્ધ થઈ શકે તેમ નથી. તે તે જ્ઞાન દ્વારા જણાય. માટે જેમ જ્ઞાન વધે તેવી માગ ગ્રહણ કરવો. કે જેથી આખરે સત્ય શું છે તે સમજાઈ શકે.
આ સઘળા સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં લખેલા છે, માટે તેના: લેખકો અજ્ઞાની હશે, અથવા લખેલી વસ્તુઓ કલ્પિત હશે, આવો વિચાર કરવો તે સર્વશંકા. આ શંકાનું નિવારણ થઈ શકે તેમ છે. પ્રાકૃત ભાષા અસલના સમયમાં પ્રચલિત ભાષા હતી, તેથી બાળજી
ને સહેલાઈથી સમજાય અને તેને ઉચ્ચાર કરી શકાય માટે તે. ભાષામાં તે ગ્રન્થ લખવામાં આવેલા છે. કહયું છે કે