Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૨
[ ૧૦૫ તપને અર્થ વિચાર કરો એવો પણ થાય છે. જે માણસ કેવલ સામા માણસે કહેલું ગ્રહણ કરી બેસી રહેતા નથી, પણ તે ઉપર વિચાર કરે છે તેમની માનસિક શકિતઓ ખીલે છે, અને તેઓ તે જ્ઞાન કદાપિ વિસરી જતા નથી. માટે જ્ઞાનના અભ્યાસીએ શ્રવણ કરેલી બાબતો ઉપર મનન–વિચાર કરવો એ પણ જરૂરનું છે.
૫. જેની પાસે વિદ્યા શીખ્યા હેઈએ તેનું નામ છુપાવવું તે નિહુનવ. આ કામ કદાપિ કરવું નહિ; કેમકે તે અસત્યને એક પ્રકાર છે. વળી તેથી ચિત્તની મલીનતા થાય છે, અને નામ છુપાવવાથી મેળવેલું જ્ઞાન સફળ થતું નથી. તેમજ આમ કરનાર કૃતજ્ઞી કહેવાય છે. જેની પાસે વિદ્યા ગ્રહણ કરી તેનું નામ પ્રગટ રીતે કહેવું અને તેની પ્રશંસા થાય તેમ કરવું. કારણ કે ત્યારે આપણે તેના ઋણથી મુકત થઈએ છીએ.
૬. જ્ઞાન ગ્રહણ કરવાની ઈચ્છાવાળાએ વ્યંજનભેદ ન કરે. આ બાબત બહુજ ઉપયોગી છે, જૈન ધર્મના પુસ્તકનાં ભાષાંતર કરનાર કેટલાક કહેવાતા વિદ્વાને જયારે પિતાને અમુક કલેકને અર્થ ન બેસે ત્યારે તે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાને બદલે તેને સ્થળે નવું વાકય ગોઠવી દેવામાં પિતાન વિદ્વત્તાને દુરપયોગ કરે છે. આમ કરવામાં કેટલીક વાર અર્થને અનર્થ થાય છે. આ માટે દોષ છે. અને ભાષાંતર કરનારાઓએ આ બાબત ભૂલવી ન જોઈએ. કારણ કે તેથી જ્ઞાનને અતિચાર લાગે છે. અને સંજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, જે કઈ લેક પિતાને ન સમજાતો હોય તો તે શ્લોક જેવો પ્રતમાં હોય તે છાપો. અને ફુટનેટમાં પિતાને યોગ્ય લાગત સુધારે બતાવે, પણ પાઠ ફેરવી નાંખી, અસલના લેખને નાશ કરવો એ તે ભાષાંતરકારની ઉન્મત્તતાં જ દાખવે છે. દાખલા તરીકે ઘો મામુ િને બદલે
જુઠ્ઠાણામુકોણમ્ કહેવું તે વ્યંજન ભેદ કહેવાય. જે કે બેને અર્થ તે